વાવાઝોડાના નામકારણ કોણ કરે છે? કેવી રીતે પડે છે નામ?

વાવાઝોડાના નામકારણ કોણ કરે છે? કેવી રીતે પડે છે નામ? : તાજેતરમાં અરબી સમુદ્રમાં “બિપોરજોય” નામકવા ચક્રવાત સક્રિય બન્યું છે ત્યારે આવો જાણીએ આ ચક્રવતના નામકરણના નિયમો અને આગામી ચક્રવતના નામની વિગતો.

who-names-hurricanes?-how-does-the-name-fall?

દુનિયાભરમાં પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (RSMC) અને પાંચ પ્રાદેશિક ટ્રોપીકલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (TCWC) દ્વારા ઉષ્ણકટિબંધીએ ચક્રવાતોના નામ જાહેર કરવામાં આવે છે.

ભારતીય હવામાન વિભાગ ૬ RSMC પૈકીનું એક છે. જે WMO/ESCAP પેનલ અંતર્ગત ૧૩ સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સંબંધિત જાણકારી આપે છે.

ચક્રવાતમાં નામકરણની શરૂઆત અને વર્તમાન

ઓમાનના મસ્તક ખાતે વર્ષ ૨૦૦૦માં આયોજિત WMO/ESCAP ની ઉષ્ણકટિબંધીય ચક્રવાતો પરની પેનલમાં આ નામકરણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

જેના પરિણામે વર્ષ ૨૦૦૪ થી WMO/ESCAP ના આઠ સભ્ય દેશો બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દ્વારા ચક્રવાતોના નામ સૂચિત કરવામાં આવ્યા છે.

જેના અનુસંધાને 13 સભ્ય દેશો દ્વારા ચક્રવાત માટે 13 નામ સૂચવવામાં આવતા 169 નામની યાદી 2020 માં જાહેર કરવામાં આવી હતી. હાલમાં આ યાદી અનુસાર ચક્રવાતના નામ અપાય છે.

આ યાદીમાંથી હાલ પર્યત ચક્રવાતને 13 નામ અપાય ચૂક્યા છે. “બિપોરજોય” નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યો છે જેનો બંગાળી ભાષામાં અર્થ વિપત્તિ અથવા આપદા થાય છે.

who-names-hurricanes?-how-does-the-name-fall?

ચક્રવાત માટે સૂચવેલ નામ કેવું હોવું જોઈએ?

  • રાજકારણ, રાજકીય હસ્તી સંબંધિત ન હોવું જોઈએ. ધાર્મિક, સંસ્કૃતિ કે જાતિ સંબંધિત ન હોવું જોઈએ.
  • કોઈપણ ની લાગણી દુભાય તેવું ન હોવું જોઈએ.
  • વાસ્તવિક અને પ્રકૃતિ સાથે સંબંધિત હોવું જોઈએ.
  • સભ્ય દેશ માટે અપમાનજનક ન હોવું જોઈએ.

ચક્રવાતના નામ ક્યારે આપવામાં આવે છે?

હવામાન વિભાગને પવન મહત્તમ 34 નોટ (૬૨ કિમી પ્રતિ કલાક) ની ઝડપે પવન ફૂંકાતો હોવાનું જણાશે અથવા ગ્લોબલ ડેટા પ્રોસેસિંગ એન્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમના નિયમો અનુસાર પવનની ઝડપ વધારે જણાશે ત્યારે નામ આપવામાં આવશે.

આ પણ વાંચો  પૃથ્વીને ખતમ કરી નાખશે આ વસ્તુ, સ્પેસમાં તેની હાજરીથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા!! જાણો શું છે તે વસ્તુ

જ્યારે દક્ષિણ ચીની સમુદ્રમાંથી ઉદભવી થાઈલેન્ડ પસાર કરીને બંગાળની ખાડીમાં પ્રવેશ કરતા ઉષ્ણકટિબંધથીય ચક્રવતનું નામ બદલવામાં આવતું નથી.

who-names-hurricanes?-how-does-the-name-fall?

1 thought on “વાવાઝોડાના નામકારણ કોણ કરે છે? કેવી રીતે પડે છે નામ?”

Leave a Comment