બિપોરજોય વાવાઝોડું લાઈવ જોવા માટેની લિંક: મિત્રો તમને ખ્યાલ જ હશે કે ગુજરાત ઉપર અત્યારે બીપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના દ્વારકા, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, માંગરોળ, વેરાવળ, કચ્છ, ભુજ જેવા જિલ્લાઓને હાઈ એલર્ટ પણ કરવામાં આવ્યા છે. જ્યારે કચ્છ બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ પણ લગાડવામાં આવ્યું છે.

Windy એપ પર જુઓ વાવાઝોડાની દિશા
Windy એક એવી એપ્લિકેશન છે જેમાં તમે બીપોરજોય વાવાઝોડાનું લાઈવ લોકેશન જોઈ શકો છો. આ એપ્લિકેશન સંપૂર્ણપણે મફત છે. નીચે આપેલી લીંક દ્વારા તમે તેને એક્સેસ કરી શકો છો અને વાવાઝોડું ક્યાં પહોંચ્યું તે તમે જોઈ શકો છો. Windy એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી વાવાઝોડું અત્યારે ક્યાં પરીવર્તન કરી રહ્યું છે તેનો તમને ચોક્કસ ખ્યાલ આવી જશે.
આ એપ્લિકેશનમાં તારીખ પ્રમાણે દિવસે દિવસે વાવાઝોડું ક્યાં આગળ વધશે તેનો અંદાજો પણ તમે આરામથી લગાડી શકો છો, આ એપ્લિકેશન એ સંપૂર્ણ પણે ફ્રી છે અને મોસમ વિભાગ દ્વારા આ એપ્લિકેશન યુઝ કરવી તે હિતાવહ છે.
આ પણ વાંચો >>> વાવાઝોડાના નામકારણ કોણ કરે છે? કેવી રીતે પડે છે નામ?
બિપોરજોય અપડેટ: ત્રીજી વાર વાવાઝોડાએ બદલી દિશા, 15 જૂને જખૌ બંદરે ટકરાશો તોફાન
બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. બિપોરજોય એક્સ્ટ્રીમલી સીરીયલ સાયક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિય સાઇકલોનિક્સ સ્ટ્રોમમાં બદલાયુ છે. સાઇક્લોનની કેટેગરી એક સ્ટેજ નીચે ઉતરી પરંતુ તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે. વાવાઝોડું હાલ દ્વારકાથી 300 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં દૂર છે, તો કચ્છના જખૌ પોર્ટથી 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડું કચ્છના દરિયા કાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.
દ્વારકાના મંદિરમાં આજે નહીં ચડાવાઈ ધ્વજા
બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકામાં વરસાદ અને પવનના કારણે આજે નહીં ચડાવી શકાય ધ્વજ. દ્વારકાધીશને માત્ર પ્રસાદ રૂપે ધરાવવામાં આવશે. ગોમતીઘાટ, શિવરાજપુરમાં ધારા 144 લાગુ. હોટલોમાં પણ કોઈના બુકિંગ ન લેવા પોલીસના આદેશ.
આ પણ વાંચો >>> વાવાઝોડું સામે પૂર્વતૈયારી અને સુરક્ષા માટે ક્યાં ક્યાં પગલાં લેવા? જાણો અહીથી
બિપોરજોય વાવાઝોડા અપડેટ: કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતી 273 ટ્રેનો રદ કરાય
તારીખથી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી 273 નો વ્યવહાર બંધ રહેશે. જામનગર દ્વારિકામાં હાઈ એલર્ટ. પ્રવાસીઓને ટિકિટ બુકિંગ રિફંડ કરી દેવામાં આવશે.
- વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં 95 ટ્રેન રદ્દ
- 13 થી 16 જૂન સુધી ઓખા-રાજકોટ ટ્રેન રદ્દ
- 12 થી 15 જૂન સુધી રાજકોટ-ઓખા ટ્રેન રદ્દ
- 12 થી 15 જૂન સુધી વેરાવળ-ઓખા ટ્રેન રદ્દ
- જયપુર-ઓખા ટ્રેન રાજકોટ સુધી ટૂંકાવવામાં આવી.
- ઓખા – બનારસ ટ્રેન 15 જૂને રાજકોટથી ઉપડશે.
- 15 તારીખે ઓખા- જગન્નાથપૂરી ટ્રેન આમદવાદથી ઉપડશે
- 12, 13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ
- 13, 14 અને 15 જૂન વેરાવળ- અમદાવાદ ટ્રેન રદ્દ
- 13 થી 16 જૂને વેરાવળ-જબલપુર- વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે.
- 13 થી 15 જૂન વેરાવળ-પોરબંદર- વેરાવળ ટ્રેન રદ્દ
- પવન 50 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો ટ્રેનને રોકવાની સૂચના
- રેલ્વે ટ્રેક પર દેખરેખ રાખવા સૂચના અપાઈ.
રાજ્યમાં ક્યાં કેટલા નંબરનું સિગ્નલ?
- જામનગર: 10
- ઓખા: 10
- વાડીનાર: 9
- કંડલા: 9
- જખૌ: 10
- દ્વારકા: 10
- મુંદ્રા: 9
- દક્ષિણ ગુજરાત બદર: 3
- મોરબી : 10
- પોરબંદર: 10
- સલાયા : 9
- માંડવી: 9
- જાફરાબાદ: 3
વાવાઝોડાની ભયંકર દહેશત
ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છમાં આગામી 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવા આદેશ. નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, દ્વારકાના સ્થળો પર ન જવા લોકોને સૂચના, ગુજરાતનાં દરિયાકાંઠે લગાવાઈ ધારા 144.
બિપોરજોય ક્યારે ક્યાં હશે?

15 જૂને વાવાઝોડા દરમિયાન દરિયામાં મોજાની આગાહી

વાવાઝોડું લાઈવ જોવાની લિંક
વાવાઝોડું લાઈવ જોવા માટે | અહી ક્લિક કરો |
GkJob હોમપેજ | અહી ક્લિક કરો |
અસરગ્રસ્ત ગામો ગામની યાદી | અહીં ક્લિક કરો |
Surat ma pan bov hava che