વાવાઝોડું સામે પૂર્વતૈયારી અને સુરક્ષા માટે ક્યાં ક્યાં પગલાં લેવા? જાણો અહીથી: આ લેખમાં આપણે જાણીશું કે વાવાઝોડું આવે ત્યારે કઈ કઈ રીતની તકેદારી રાખવી જોઈએ?, વાવાઝોડું આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? વાવાઝોડું જતું રહે પછી શું કરવું જોઈએ?

વાવાઝોડું એટલે શું?
વાવાઝોડું એ વર્તુળાકાર ગુમતો અને ભારે વેગમાંથી ફોકાતું હોવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થાય જમીન ઉપર આવે છે. વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્રમાં કે બંગાળના અખાતમાં સર્જાતા આ વખતે પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાથી જમીન પર ત્રાટકે છે. વાવાઝોડાની અસર તળે ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.
વાવાઝોડું કઈ રીતે આવે છે?
- ઉત્તર પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેજા કરતું પરિબળ છે.
- હવા ગરમ થવાથી હલકી થાય છે ઉપર ઉઠે છે. જેથી ઓછા પ્રેશરએ (હળવા દબાણ) નું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે.
- આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેના વાદળોનું પ્રચંડ સમૂહ આગળ ગતિ કરી દરિયાકાંઠા ઉપર થી દબાણ ક્ષેત્રની તરફ વધે છે.
આ પણ વાંચજો >>> બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? ગુજરાતનાં દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર
ગુજરાતમાં વાવાઝોડું ક્યાંથી આવે છે?
ગુજરાતમાં મોટેભાગે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું આવે છે અને ઉત્તર-પક્ષિમ દિશામાં આગળ વધે છે. તે મોટેભાગે દરિયાઈ કાંઠાના વિસ્તારોના ખાડી વિસ્તારોના પ્રદેશોમાં પ્રતિકૂળ અસર કરે છે જેમાં કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે
વાવાઝોડાનો કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી. ગુજરાતમાં વાવાઝોડું ચોમાસા પૂર્વે કે પછી આવવાની શક્યતા વધારે રહેલી છે. સામાન્ય રીતે મેં-જૂન અને ઓક્ટોબર-નવેમ્બરના મહિનાઓ વધારે શક્યતાવાળા માની શકાય. સામાન્ય રીતે 15 થી 25 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. ગતિ દરિયામાં જ ઓછી હોય છે જ્યારે જમીન ઉપર આવવાની સાથે ગતિ વધે છે પણ ઘણી વખત વાવાઝોડું એક જ જગ્યાએ લાંબા સમય સાથે સ્થાયી થયાના બનાવો પણ બને છે. આ બાબતમાં હવામાન ખાતાની આગાહી અનુસાર સ્થાનિક રીતે ચોક્કસ આગાહી ન કરી શકાય.
વાવાઝોડાની મધ્યરેખા પસાર થતા વિસ્તારોમાં પવનની દિશા એક બાજુથી બીજી બાજુ બદલાય છે અને વચ્ચેના સમયગાળામાં પવન શાંત પડી જતો હોય છે જેથી વધુ કાળજી રાખવી હિતાવહ છે.
આ પણ જુઓ >>> બંદરો પર કેમ લગાવવામાં આવે છે અલગ અલગ સિગ્નલો? જાણો આ સિગ્નલોનો અર્થ શું થાય?
વાવાઝોડા પહેલા શું કરવું?
- આગાહી માટે રેડિયો, ટીવી, સમાચારો, જાહેરાતોના સંપર્કમાં રહેવું.
- માછીમારોએ દરિયામાં જવું નહીં અને સલામત સ્થળોએ બોટને લંગારવી.
- દરિયાકાંઠાના અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
- ઘરના બારી બારણા અને છાપરાનું મજબૂતીકરણ કરવું.
- ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડા, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાત વસ્તુઓ ભેગી કરવી અને તૈયાર રાખવી.
- જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી અને શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો.
- જો જોખમી વિસ્તારમાં રહેતા હોય તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમય જરૂર જણાય એ સલામત સ્થળે ખસી જવું.
- વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા.
- પ્રાણીઓને સલામત સ્થળ લઈ જવા.
- અફવા ફેલાવશો નહીં, શાંત રહો, ગભરાટ કરશો નહીં.
- સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરવો.
વાવાઝોડા દરમિયાન શું કરવું?
- પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલો પાસે ઊભા ન રહેવું.
- ઘરની બહાર નીકળવું નહીં.
- વીજ પ્રવાહ તથા કેસ કનેક્શન બંધ કરી દેવા.
- ઘરના તમામ બારે બારણા બંધ કરી દેવા.
- ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા બાદ શું કરવું?
- સુચના મળ્યા પછી જ બહાર નીકળવું.
- અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં
- ઈજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા.
- કાટમાળમાં ફસાયેલા અને તાત્કાલિક બચાવ કરો.
- ખુલ્લા છૂટા પડેલા વાયરોને અડવું નહીં.
- ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા.
- ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.
- ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છટકાવ કરવો.
1 thought on “વાવાઝોડું સામે પૂર્વતૈયારી અને સુરક્ષા માટે ક્યાં ક્યાં પગલાં લેવા? જાણો અહીથી”