GSSSB Recruitment 2024 : ગુજરાત સરકાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4300 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેનું નોટિફિકેશન 3 જાન્યુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી માટે 31/01/2024 સુધીમાં તેની ઓફિશિયલ વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ પોસ્ટ

  • કુલ 4300 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

પોસ્ટનું નામ

  • સંશોધન સહાયક (Statistical Assistant) : 99 જગ્યાઓ
  • આંકડાકીય મદદનીશ (Statistical Assistant) : 89 જગ્યાઓ

શેક્ષણિક લાયકાત

ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજિયક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.

  • કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
આ પણ વાંચો  ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયની પોસ્ટ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વયમર્યાદા શું છે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે તા. 16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

  • સંશોધન સહાયક: રૂ. 49600/- પાંચ વર્ષ માટે દર મહિને
  • આંકડાકીય મદદનીશ: રૂ. 40800/- પાંચ વર્ષ માટે દર મહિને

પરીક્ષા ફી

  • જનરલ કેટેગરી – રૂ. 100/-
  • SC, ST, SEBC, EWS, Ex. Serviceman, દિવ્યાંગ ઉમેદવારો ને ફી ભરવાની નથી.

કઈ રીતે અરજી કરવી?

ઉમેદવારે આ અરજી પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારે અરજીપત્રકમાં એ બધી જ વિગતો ભરવાની છે જે તેઓના પ્રમાણપત્રોમાં દર્શાવવામાં આવી છે. તમામ સૂચનાઓ https://gsssb.gujarat.gov.in આ સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારે સમયાંતરે આ વેબસાઇટ જોવાની રહેશે. તારીખ 31 જાન્યુઆરી, ૨૦૨૪ સુધી કે તે દરમ્યાન અરજી ઓનલાઇન રીતે કરવાની રહેશે.

મહત્વની લિંક

Leave a Comment