તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર, પગાર 13,000/- થી શરૂ

તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર, પગાર 13,000/- થી શરૂ: તાલુકા હેલ્થ ઓફિસ સી.એચ.સી કમ્પાઉન્ડ એસ.ટી બસ સ્ટેન્ડની ગારિયાધર દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે મુજબની જગ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારીયાધર ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત 11 માસ માટે નિમણૂક કરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન્ટરવ્યૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.

nhm gaariyadhar recruitment 2023

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • 01 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઈ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

લાયકાત શું જોઈએ?

માન્ય યુનિ. ના કોમર્સ સ્નાતક (એકાઉન્ટ) અને ડિપ્લોમા/ સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલ હોવો જોઈએ. કોમ્પ્યુટર સૉફ્ટવેર અને બેઝિક હાર્ડવેર (એકાઉન્ટિંગ સૉફ્ટવેરનું જ્ઞાન આવશ્યક, MS ઓફિસ, GIS સૉફ્ટવેર તથા ઓફિસ કામગીરી ફાઇલિંગ સિસ્ટમ અને ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપ અને ડેટા એન્ટ્રી) ના જાણકાર

અનુભવ શું જોઈએ?

  • હિસાબી કામગીરી નો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ

માસિક વેતન કેટલું મળશે?

  • રૂ. 13,000/- માસિક વેતન મળશે.

અરજી ફી કેટલી રાખવામા આવી છે?

  • અરજી ફી સંપૂર્ણપણે મફત રાખવામા આવી છે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

ઇન્ટરવ્યુની તારીખ

  • 06/07/2023

રજીસ્ટ્રેશનનો સમય

  • 10:00 થી 11:00

સરનામુ

  • સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગારિયાધર

ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ દર્શાવેલ સરનામે ઓરિજનલ પ્રમાણપત્રો શૈક્ષણિક પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઉંમરના પુરાવા માટે શાળા છોડીયાનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝના એક ફોટોગ્રાફ તેમજ આ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. મળેલ નિયુક્તિ તદ્દન હંગામી તથા કરાર આધારિત જ હોવાથી અન્ય કોઈ હકહિત મળવા પાત્ર થશે નહીં તથા કરારની મુદત પૂરી થઈ આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે. કરાર પૂર્ણ થઈ પરફોર્મન્સના આધારે વધુ 11 માસ માટે નવો કરાર કરી શકાશે. અન્ય શરતો સરકાર દ્વારા જે નિયત થયેલ હશે તે ઉમેદવારો લાગુ પડશે.

Leave a Comment