જુઓ ગુરુવારનું રાશિ ભવિષ્ય – 04 જાન્યુઆરી

મેષ  (અ.લ.ઈ.)  

આ રાશિના જાતકોને નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી.

વૃષભ (બ.વ.ઉ.) 

સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે અને દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે તેમજ કામકાજમાં ઓછો સહયોગ મળશે અને ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું

મિથુન  (ક.છ.ઘ.) 

આ રાશિના જાતકોને કામના ભારને હળવો કરી શકશો તેમજ સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે તેમજ સહકર્મચારીઓનો સહયોગ મળશે અને પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકોને યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી અને નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને પદ અને પરિવારને સરખું મહત્વ આપો

સિંહ (મ.ટ.)

આવકના નવા સાધનો મળશે અને સમસ્યાઓમાં સમાધાન મળશે તેમજ વિરોધીઓથી પરેશાની વધશે અને કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

કન્યા  (પ.ઠ.ણ.) 

આ રાશિના જાતકોને ધર્મકાર્ય માટે બહાર જવું પડે અને સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે અને આજે ઉત્તમ આનંદ મેળવી શકશો તેમજ ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા  (ર.ત.) 

કામકાજમાં અનુકૂળતા જણાશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામ વધારે છત્તાં આનંદ જણાશે અને મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.) 

રોકાયેલા કાર્યો પૂરાં થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે તેમજ જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે, ધંધામાં મહેનત વધારે કરવી પડશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 

રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં અને વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા-સંબંધીઓમાં તણાવ જણાશે અને પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું

મકર  (ખ.જ.) 

વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે અને થોડી બેચેની અને કામની ચિંતા રહેશે તેમજ અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કરવું

કુંભ  (ગ.શ.ષ.સ.) 

કામમાં નવા અવસરો મળશે અને સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે અને દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે

આ પણ વાંચો  મહેનત વધે અને ફળ ઓછું મળે, ધન બાબતે જણાશે પરેશાની, આ રાશિનાં જાતકોને નોકરીમાં પ્રમોશનની શક્યતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મીન  (દ.ચ.ઝ.થ.) 

મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે અને વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, જીવનસાથી સાથે મતભેદ જણાશે.

શુભાંક – આજનો શુભ અંક છે 5
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય – આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

Leave a Comment