મહેનત વધે અને ફળ ઓછું મળે, ધન બાબતે જણાશે પરેશાની, આ રાશિનાં જાતકોને નોકરીમાં પ્રમોશનની શક્યતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ
19 12 2023 મંગળવાર
માસ માગશર
પક્ષ શુક્લ
તિથિ સાતમ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ સિદ્ધિ
કરણ વણિજ બપોરે 1:06 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સાંજે 6:19 પછી મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સંબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.

સિંહ (મ.ટ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં લાભ થશે. સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિકાસના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. ધંધામાં લાભ થશે.

તુલા (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

આ પણ વાંચો  2024નું નવું વર્ષ બેસતાં જ કન્યા અને મિથુન સહિત આ રાશિના જાતકોના ખૂલી જશે ભાગ્ય, અઢળક ધનલાભના બની રહ્યા છે યોગ

મકર (ખ.જ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. પરિવારનો પ્રેમ મેળવી શકશો. આપના મનની મૂંઝવણો દૂર થશે.

મીન (દ.ચ.ઝ.થ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.

શુભાંક – આજનો શુભ અંક છે 1
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

Leave a Comment