જુઓ શનિવારનું રાશિ ભવિષ્ય: મેષ, કર્ક, તુલા રાશિના લોકોએ આજે રહેવું સાવધાન,જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ

06/01/2024 શનિવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ દશમ
નક્ષત્ર સ્વાતિ
યોગ ધૃતિ
કરણ વણિજ બપોરે 12:19 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ તુલા (ર.ત.)

મેષ (અ.લ.ઈ)

આ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે. વ્યાપારીએ ડીલ સંબંધિત મામલાઓમાં યોગ્ય નિર્ણયો લેવા પડશે, નહીં તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.સપ્તાહના અંતે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો, તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, મોટી જવાબદારી મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે તેમજ માનસિક ચિંતાઓ રહેશે અને પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે. વ્યાપારીઓએ અજાણ્યા અથવા બિનઅનુભવી વ્યક્તિની સલાહ પર કામ કરવાનું ટાળવું જોઈએ, અન્યથા ખોટો સોદો થઈ શકે છે. વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.

મિથુન (ક.છ.ઘ)

આ રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય તેમજ માનસિક શ્રમમાંથી મુક્ત બનો, કામના ભારને હળવો કરી શકશો તેમજ સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે. કાર્યકારી વ્યક્તિએ ઓફિસની સાથે-સાથે ઘરમાં મલ્ટીટાસ્કિંગની સાથે સાથે અનેક કાર્યો કરવા માટે તૈયાર રહેવું પડે છે.

કર્ક (ડ.હ)

આ રાશિના જાતકોને સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય તેમજ બહારગામના કામકાજથી લાભ જણાય અને સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય તેમજ કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય. જો કોઈ વેપારીને વ્યવસાય સંબંધિત કોઈ સમસ્યા હોય તો સાવધાન થઈ જાવ, ઉતાવળમાં કોઈ ભૂલ થવાની શક્યતાઓ વધારે છે.

સિંહ (મ.ટ.)

અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય અને મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય તેમજ કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું તેમજ માનસિક અશાંતિમાં રાહત અનુભવશો

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને અને વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે તેમજ ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

આ પણ વાંચો  આ તારીખે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, 6 રાશિના જાતકો રહે સાવધાન! જુઓ શું રાખવી કાળજી

તુલા (ર.ત.)

આ રાશિના જાતકોને મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે તેમજ હિસાબી કામકાજમાં સાવધાની રાખવી અને આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય, નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા

વૃશ્ચિક (ન.ય.)

ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય તેમજ વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું અને ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય તેમજ આરોગ્યની ખાસ કાળજી લેવી

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો તેમજ અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં, વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા-સંબંધીઓમાં તણાવ જણાશે

મકર (ખ.જ.)

વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે અને જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે તેમજ થોડી બેચેની અને કામની ચિંતા રહેશે અને કામકાજ સામાન્ય સંભાળીને કરવું

કુંભ ( ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકોને પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે તેમજ વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું અને વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે તેમજ માનસિક અસ્વસ્થતા અનુભવશો

મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામો પૂરાં થશે અને ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય, કામની હળવાશ અનુભવશો અને દૈનિક વ્યવસાયથી લાભ થશે. નોકરીમાં કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ સારો રહેશે નહીં. વ્યવસાયમાં, મેનપાવર અને માર્કેટમાં કેટલીક સમસ્યાઓના કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે, જો મુશ્કેલી વધે તો ધીરજ ન ગુમાવો. નવી પેઢી સાથેના સંબંધોને વધુ સારી રીતે જાળવી રાખવાથી, તમે બધાના પ્રિય બનશો અને તમારા નાનાઓ માટે પણ રોલ મોડેલ બનશો.

Leave a Comment