જુઓ બુધવારનું રાશિ ભવિષ્ય – 03 જાન્યુઆરી

આજનું પંચાંગ

03 01 2024 બુધવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની બપોરે 2:45 પછી હસ્ત
યોગ શોભન
કરણ બવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.)

ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે અને રોજગારીની ઉત્તમ તકો મળશે તેમજ ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.)

સ્થાન પરિવર્તનના યોગો જણાય છે અને લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે તેમજ રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.)

વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના અને શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું તેમજ ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.)

મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી અને પગ અને કમરના દર્દમાં સંભાળવું તેમજ વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે અને પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે અને તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું, કામકાજમાં વિરોધીઓથી સાચવવું

તુલા (ર.ત.)

કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે, ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકોને આર્થિક બાબતમાં લાભ થશે તેમજ નોકરી-ધંધામાં સારો લાભ જણાશે અને જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે તેમજ માનસિક તણાવથી પરેશાની વધશે અને સહકર્મચારીનો સારો સહયોગ મળશે, લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.)

આ રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે તેમજ આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો અને નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

આ પણ વાંચો  જુઓ શનિવારનું રાશિ ભવિષ્ય: મેષ, કર્ક, તુલા રાશિના લોકોએ આજે રહેવું સાવધાન,જાણો આજનું રાશિફળ

કુંભ (ગ.શ.સ.ષ.)

આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે તેમજ પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે તેમજ ધંધાને અને પરિવારને સાથે ના રાખો અને યાત્રા-પ્રવાસના યોગ બનશે તેમજ પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

Leave a Comment