રુદ્રાક્ષ વિશે આટલું જાણો : રુદ્રાક્ષનો અર્થ,પ્રકાર,ફાયદાઓ,પહેરવાના નિયમો,ધારણ કરવાની વિધિ,અને સાચા રુદ્રાક્ષની ઓળખ.

શાસ્ત્રોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ છે. રુદ્રાક્ષ દેખાવમાં ચમકદાર નથી પરંતુ સાધારણ લાગતા રુદ્રાક્ષનો પ્રભાવ ખુબજ ચમત્કારિક છે. એવું કહેવાય છે કે સાક્ષાત ભગવાન શિવજીના અશ્રુઓ માંથી રુદ્રાક્ષ બનેલું છે. તેથી જ તો તેને દિવ્યફળ કે દિવ્ય રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે.

રુદ્રાક્ષનો અર્થ,પ્રકાર,ફાયદાઓ,પહેરવાના નિયમો,ધારણ કરવાની વિધિ,અને સાચા રુદ્રાક્ષની ઓળખ.

આ પોસ્ટમાં આપણે રુદ્રાક્ષનો અર્થ, તેના ફાયદાઓ,પ્રકાર, રુદ્રાક્ષ પહેરવાના નિયમો, ધારણ કરવાની વિધિ,અને સાચા રુદ્રાક્ષની ઓળખ,રુદ્રાક્ષ નું ઝાડ,અને તેની સાથે સંકળાયેલ ઉત્પત્તિની કથાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

રુદ્રાક્ષ નો અર્થ

રુદ્રાક્ષ ભગવાન શિવજીની સાથે જોડાયેલ હોવાના કારણે રુદ્રાક્ષ નું મહત્વ ખુબજ વધી ગયું છે. હિન્દુ ધર્મ મુજબ રુદ્રાક્ષનો અર્થ ખુબજ પવિત્ર ગણાય છે.રુદ્રાક્ષ = રુદ્ર + અક્ષ, રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે ભગવાન શિવજીનું નેત્ર, આમ રુદ્રાક્ષનો અર્થ ભગવાન શિવજીનું નેત્ર એમ થાય છે.

રુદ્રાક્ષનું ઝાડ

રુદ્રાક્ષનું ઝાડ ખુબજ મોટું હોય છે.રુદ્રાક્ષ આ ઝાડના બીજ છે. રુદ્રાક્ષના ઝાડના પાન અરડૂસી પાન જેવા હોય છે. રુદ્રાક્ષ નાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાતા હોય છે. રૃદ્રક્ષના ફળમાં ચાર થી પાંચ ખાના હોય છે જેમાં આ રુદ્રાક્ષની બીજ હોય છે. રુદ્રાક્ષના ઝાડના પાન લાંબા હોય છે. ભારતમાં પશ્ચિમ બંગાળ,આસામ અને કોંકણ વિસ્તારમાં રુદ્રાક્ષના ઝાડ જોવા મળે છે.

રુદ્રાક્ષની ઉત્પતિ અને કથાઓ.

દરેક માળાઓમાં રુદ્રાક્ષની માળાનો વિશેષ મહત્વ છે.તદુપરાંત ભગવાન શિવજીની આરાધનામાં પણ રુદ્રાક્ષનું વિશેષ મહત્વ રહેલું છે. એક પૌરાણિક કથા મુજબ શિવજીના પુત્ર કાર્તિકેય એ જ્યારે શિવજીને રુદ્રાક્ષના મહત્વ વિશે પૂછ્યું ત્યારે શિવજીએ તેને જવાબ માં કહ્યું,

હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય રહેતો હતો. તેણે બધા દેવો પર વિજય મેળવી લીધો હતો. અને આ દાનવનો પ્રકોપ પણ ખુબજ વધારે હતો.જેથી સઘળા દેવો ભેગા થઈ આ દનવનો નષ્ટ કરવા માટે મને અરજ કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. અને આ દીર્ઘ તપ દરમિયાન મેં મારા નેત્રો બંધ રાખ્યાં હતાં. જ્યારે આ તપશ્વર્યા બાદ મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં. તે વિવિધ આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.

આ પણ વાંચો  આ છે ગુજરાતનું મીની અમરનાથ: જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ, જાણો મહત્વ અને પૌરાણિક ઇતિહાસ

રુદ્રાક્ષના પ્રકાર .

હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષ નું વિશેષ મહત્વ છે. રુદ્રાક્ષ વગર શિવજીનો શણગાર અધૂરો ગણાય છે.રુદ્રાક્ષના વિવિધ પ્રકાર મુજબ તેમના અલગ અલગ ફાયદાઓ છે.શિવપુરાણમાં દર્શાવ્યા મુજબ રુદ્રાક્ષના કુલ ૧૪ પ્રકાર છે.

ક્રમપ્રકારફાયદા
એકમુખી રુદ્રાક્ષએક મુખ વાળા આ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી ગરીબી દૂર થાય છે.
બે મુખી રુદ્રાક્ષબે મુખવાળા આ રુદ્રાક્ષ પહેરવાથી બધી ઈચ્છાઓ દૂર થાય છે.
ત્રણ મુખી રુદ્રાક્ષત્રણ મુખ વાળા આ રુદ્રાક્ષ પહેરવાથી સફળતા અને વિદ્યા પ્રાપ્તિ થાય છે.
ચાર મુખી રુદ્રાક્ષચાર મુખવાળા આ રુદ્રાક્ષ પહેરવાથી કે સ્પર્શથી જ કામ,ધર્મ,અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પંચ મુખી રુદ્રાક્ષપાંચ મુખવાળા આ રુદ્રાક્ષ પહેરવાથી માનસિક શક્તિનો વિકાસ થાય છે.
છ મુખી રુદ્રાક્ષછ મુખવાળા આ રુદ્રાક્ષ ભાગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે.તેને પહેરવાથી બધા પાપ નષ્ટ થાય છે.
સાત મુખી (સપ્તમુખી) રુદ્રાક્ષઅનંગ તરીકે ઓળખાતા આ રુદ્રાક્ષ પહેરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
અષ્ઠ મુખી રુદ્રાક્ષ (કાલ ભૈરવ સ્વરૂપ) આ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે.
નવ મુખી રુદ્રાક્ષકપિલ મુનિનું પ્રતીક છે.આ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી મન શાંત થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
૧૦દસ મુખી રુદ્રાક્ષઆ રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે.આ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી સંપુર્ણ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
૧૧અગિયાર મુખી રુદ્રાક્ષ આ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી દરેક ક્ષેત્રે વિજય થાય છે.
૧૨બાર મુખી રુદ્રાક્ષઆ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી ધન,દોલત, માન અને મોભો જળવાય રહે છે.
૧૩તેર મુખી રુદ્રાક્ષઆ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્યને સૌભાગ્ય અને મંગળ પ્રાપ્ત થાય છે.
૧૪ચૌદ મુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ ભગવાન શિવનું સ્વરૂપ છે.આ પ્રકારના રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે.
રુદ્રાક્ષના પ્રકાર અને તેનું મહત્વ

રુદ્રાક્ષના ફાયદાઓ.

પુરાણોમાં રુદ્રાક્ષને ધારણ કરવાના વિવિધ ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. શિવપુરાણમાં ,સ્ત્રીઓને પણ રુદ્રાક્ષ ધારણ કરવાની છૂટ આપવામાં આવી છે. કોઈ પણ જ્ઞાતિ,જાતિ નાં લોકો રુદ્રાક્ષ ધારણ કરી શકે. આમતો રુદ્રાક્ષ ગમે ત્યારે ધારણ કરી શકાય.પરંતુ શ્રાવણ માસમાં,અને તેના પછી અમાવસ્યાના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી ભક્તોને તમામ સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ તમામ હાનિકારક અને નકારત્મક ઉર્જાથી લોકોનો બચાવ કરે છે.તેના થી યાદ શક્તિમાં પણ વધારો થાય છે. તે બ્લડ પ્રેશર નિયંત્રણ કરવામાં પણ ખુબજ ફાયદો કરે છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રુદ્રાક્ષ વિધુત ઊર્જાનો સંગ્રહ કરે છે.અને તેથીજ તેમાં ચુંબકીય ગુણો વિકસિત થયા છે. આ કારણે જ રુદ્રાક્ષનો શરીરને સ્પર્શ થવાથી વ્યક્તિ સારો અનુભવ મેળવે છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી સ્મરણ શક્તિ વધે છે.અને માનસિક તનાવ અને ચિંતા દૂર થાય છે. તે લોહીનું પ્રીભ્રમણ વધારે છે.અને ઉત્સાહ પણ વધારે છે.કોલેસ્ટેરોલ નાં સ્તરને નિયંત્રિત કરે છે અને શરીરને ઊર્જાવાન બનાવી છે.

આ પણ વાંચો  રામ મંદિર માટે ઘરે-ઘરે આપવામાં આવેલ અક્ષતનું શું કરવું? કઈ રીતે કરશો ઉપયોગ? જાણો માન્યતા

રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો અને વિધિ

શાસ્ત્રોમાં રુદ્રાક્ષનાં અનેરા મહત્વની સાથે સાથે રુદ્રાક્ષ પહેરવાની પણ વિવિધ નિયમો આપેલ છે. જે વ્યક્તિ નિયમ અને પદ્ધતિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરે છે તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે, અને કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ યોગ્ય થઈ જાય છે.

  • રુદ્રાક્ષનાને લાલ દોરા થી બાંધી હૃદય સુધી પહોંચે તેવી રીતે પહેરવો જોઈએ.
  • રુદ્રાક્ષ પહેરવાનો શુભ સમય ,શિવરાત્રી કે મહાશિવરાત્રી,શ્રાવણ મહિનો કે સોમવાર છે.
  • રુદ્રાક્ષ પહેરતી વખતે રુદ્રાક્ષ મંત્રનો ૯ વાર જાપ કરવો,તેમજ ઉતાર્યા પછી પણ જાપ કરી ને પવિત્ર સ્થાને મૂકવો.
  • રુદ્રાક્ષ પહેર્યા બાદ દારૂ અને માંસનું સેવન ન કરવું.
  • રુદ્રાક્ષ ને સ્મશાનની બાજુમાં નાં લઈ જવો.
  • નવજાત શિશુનો જન્મ થયો હોય ત્યાં પહેરવાનું ટાળવું.
  • માસિક ધર્મ સમયે સ્ત્રીઓએ રુદ્રાક્ષ પહેરવાનું ટાળવું.
  • સ્નાન કર્યા બાદ જ રુદ્રાક્ષ ધારણ કરવો.
    અને ધારણ કરતી વખતે ૐ નમઃ શિવાય નો જાપ કરવો.
  • રુદ્રાક્ષ ને લાલ કે પીળા દોરા માં પેરવો,કાળા દોરામાં ક્યારેય ન પહેરવો.
  • તમારા રુદ્રાક્ષની માળા બીજા કોઈને પહેરવા ન આપો અને અન્ય ની રુદ્રાક્ષની માળા તમારે પણ ન પહેરવી.

સાચા રુદ્રાક્ષની ઓળખ કઈ રીતે કરશો ?

રુદ્રાક્ષ પહેરવાના ઘણા બધા ફાયદા છે.પરંતુ માર્કેટમાં મળતા નકલી રુદ્રાક્ષથી પણ સાવધાન રહેવું.તમે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરી ને સાચો રુદ્રાક્ષ ઓળખી શકો છો.

પદ્ધતિ : ૧

એક કપ હુફાળા પાણીમાં રુદ્રાક્ષ નાંખો જો રુદ્રાક્ષનો રંગ ઉડવા લાગે કે તેના આકારમાં ફેરફાર દેખાય તો આ રુદ્રાક્ષ નકલી છે.(અસલી રુદ્રાક્ષને ગરમ કરવાથી તેમાં કોઈ પણ પરિવર્તન આવતું નથી).

પદ્ધતિ :૨

રુદ્રાક્ષની પરખ કરવા કે સાચો રુદ્રાક્ષ ઓળખવાની અન્ય એક રીત: એક કપ માં પાણી લો,તેમાં રુદ્રાક્ષ નાખો. સાચો રુદ્રાક્ષ હંમેશા તળીયે બેસી જશે.જ્યારે નકલી રુદ્રાક્ષ પાણી પર તરશે.

આ પણ વાંચો  મંદિર તોડીને તો નથી બનાવાઈને જ્ઞાનવાપી? હવે ખુલશે રહસ્ય, વારાણસી કોર્ટનો મોટો આદેશ

પદ્ધતિ:૩

સાચા રુદ્રાક્ષને સોયથી કોતરવામાં આવે તો તેમાંથી રેસા નીકળે છે.જ્યારે નકલી રુદ્રાક્ષમાં આવું જોવા મળતું નથી.

પદ્ધતિ : ૪

સરસવના ઓઈલમાં રુદ્રાક્ષને ગરમ કરવામાં આવેતો તે વધારે ચમકદાર બને છે,જ્યારે નકલી રુદ્રાક્ષનો રંગ ઉતરી જાય છે.

પદ્ધતિ :૫

આ રુદ્રાક્ષ ઓળખવા કે પારખવાની જૂની રીત છે.
એક તામ્રનાં પાત્રમાં રુદ્રાક્ષ મૂકો,ત્યારબાદ તેની આસપાસ તાંબાનો ટુંકડો ફેરવો જો રુદ્રાક્ષમાં હલનચલન જોવા મળે તો, તે રુદ્રાક્ષ અસલી છે. સાચા રુદ્રાક્ષ ખાડાખાબળા વાળો હોય છે.

આમ તમે ઉપરની વિવિધ રીતોનો ઉપયોગ કરી અસલી અને નકલી રુદ્રાક્ષની પરખ કરી શકો છો.

1 thought on “રુદ્રાક્ષ વિશે આટલું જાણો : રુદ્રાક્ષનો અર્થ,પ્રકાર,ફાયદાઓ,પહેરવાના નિયમો,ધારણ કરવાની વિધિ,અને સાચા રુદ્રાક્ષની ઓળખ.”

Leave a Comment