ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના 2024

ભારત ખેતી પ્રધાનદેશ છે. રાજ્યમાં ટીસ્યુકલ્ચર દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. ટીસ્યુકલ્ચર દ્વારા ખેતી કરવાથી પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મૂળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી જાળવી શકાય છે. તેમજ ઉત્પાદન પણ વધુ મેળવી શકાય છે. આ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ikhedut Portal પર ઘણી બધી વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ટ્રેક્ટર સહાય યોજના 2024, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024 , પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024 વગેરે છે. આજના આ આર્ટીકલમાં આપણે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું.

ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના

યોજનાનું નામટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ એવા ખેડૂત કેજે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી કરે છે તેમને સહાય આપવાનો છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 3,12,500 માં ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 1250/-પ્રતિ રોપા, બે માંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ રૂ. 1,56,250 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024

યોજનાનો હેતુ

ગુજરાતમાં તાજેતરના સમયમાં ખેડૂતો ખારેકની ખેતી તરફ વળ્યા છે. આ માટે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂત કેજે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી કરે છે તેમને સહાય આપવાનો છે.

યોજનાની પાત્રતા અને નિયમો

  • ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ તથા GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
  • આ ઉપરાંત ખારેક માટે ટીસ્યુકલ્ચર રોપાનું પુરતુ ઉત્પાદન ન હોઇ આયાત કરવામાં આવનાર રોપ ઉપર રોપદીઠ મહત્તમ રૂ. 1250/- ની મર્યાદામાં સહાય.
આ પણ વાંચો  વ્હાલી દીકરી યોજના ફોર્મ 2024

ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય યુનિટ કોસ્ટ- રૂ. 4,37,500/હે. (પ્રતિ રોપ- રૂ. 3500/-)
  • સહાય:- ખર્ચના 50 % મુજબ મહત્તમ રૂ. 2,18,750 /હે. ની મર્યાદામાં સહાય.
  • ખેતી ખર્ચ માટે સહાય
  • યુનિટ કોસ્ટ-રૂ. 40,000/હે. સહાય- ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 20,000૦/- પ્રતિ હેક્ટરની મર્યાદમાં સહાય મળશે.
  • જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય તેમજ બીજા વર્ષે જો 75 % રોપા જીવંત હોય તો જ બાકીના 40૦% સહાય મળવાપાત્ર રહેશે.
  • ખાતા દીઠ ઓછામાં ઓછા 0.20 હે. તથા મહત્તમ 2 હેક્ટરની મર્યાદામા આજીવન એક જ વાર લાભ મળવાપાત્ર રહેશે.

ડૉક્યુમેન્ટનું લિસ્ટ

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • પ્રથમ Google ખોલીને “ikhedut portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ફળ પાકોના વાવેતર પર ક્લિક કરવું.
  • હવે ફળ પાકોના વાવેતરમાં “ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય” પર ક્લિક કરો.
  • જેમાં ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Leave a Comment