રક્ષામંત્રાલયે 1070 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો, આ શિપિંગ કંપનીનાં શેરોનાં ભાવ આસમાને

મઝગાંવ ડોકને રક્ષામંત્રાલય તરફથી 1070 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે. કોન્ટ્રેક્ટ અંતર્ગત મઝગાંવ ડોકને 14 ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આજે આ કંપનીનાં શેરો તેજીમાં જોવા મળ્યાં.

મઝગાંવ ડોક શિપબિલ્ડર્સનાં શેર ગુરુવારે 6%થી વધારેનાં ઊછાળા સાથે 2475 રૂપિયા પર પહોંચી ગયો. શિપિંગ કંપનીનાં શેરોમાં આ તેજી ડિફેંસ મિનિસ્ટ્રીની તરફથી કરવામાં આવેલા એક મોટા ઓર્ડરનાં કારણે જોવા મળી છે. રક્ષામંત્રાલયે Mazagon Dock સાથે 1070.47 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ કોન્ટ્રાક્ટ અંતર્ગત રક્ષામંત્રાલય કંપની પાસેથી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે 14 એડવાંસ્ડ ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સ ખરીદશે.

3 વર્ષમાં શેરોમાં 1000%ની તેજી

Mazagon Dock શિપબિલ્ડર્સનાં શેરોમાં છેલ્લાં 3 વર્ષોમાં ભારે તેજી જોવા મળી છે. કંપનીનાં શેર 29 જાન્યુઆરી 2021નાં 210.90 રૂપિયા પર હતાં. જ્યારે આજે કંપનીનાં શેર 25 જાન્યુઆરી 2024નાં 2475 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લાં 3 વર્ષોમાં મઝગાંવ ડોકનાં શેરોમાં 1030%નો ઊછાળો આવ્યો છે. છેલ્લાં એકવર્ષમાં આ શેરોમાં 225%ની તેજી આવી છે. ગતવર્ષે કંપનીનો શેર 738.35 રૂપિયાથી વધીને 2475 રૂપિયા પર પહોંચ્યો છે.

63 મહિનાની અંદર ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની ડિલિવરી કરશે

ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સ FPVની મેન્યુફેક્ચરિંગ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ કરશે. 63 મહિનાની અંદર આ FPVની ડિલિવરી થશે. આ વેસેલ્સ મલ્ટીપર્પઝ ડ્રોન્સ, વાયર વગનાં કંટ્રોલ થનારા રિમોટ વોટર રેસ્ક્યૂ ક્રોફ્ટ લાઈફબોય અને આર્ટિફિશિયલ ઈંટેલીજેંસ કેપેબિલિટીથી સિદ્ધ રહેશે. ડિસેમ્બર 2023માં મઝગાંવ ડોક શિપબિલ્ડર્સે રક્ષામંત્રાલયની સાથે 6000 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ કર્યો હતો.

1 thought on “રક્ષામંત્રાલયે 1070 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો, આ શિપિંગ કંપનીનાં શેરોનાં ભાવ આસમાને”

Leave a Comment