શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે આ કંપનીના સ્ટોકમાં 5 ટકા અપર સર્કિટ રહેતા આ શેર 577 રૂપિયાની કિંમત પર ટ્રેડ કરી રહ્યો હતો.
શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શેરના કારણે અનેક રોકાણકાર માલામાલ થઈ ગયા છે. છેલ્લા એક મહિનાથી એનર્જી સેક્ટરની સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યૂએબલ એનર્જી લિમિટેડના શેરની કિંમતમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગુરુવારે આ કંપનીના સ્ટોકમાં 5 ટકા અપર સર્કિટ રહેતા આ શેર 577 રૂપિયાની કિંમત પર ટ્રેડ કરી રહ્યો હતો.
છેલ્લા એક મહિનાથી આ કંપનીના શેરે 31 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ શેર 52 સપ્તાહના હાઈ લેવલ 577 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. 19 ઓક્ટોબરના રોજ આ કંપનીનો શેર 52 સપ્તાહના નિમ્ન સ્તર 253 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીની માર્કેટ કેપ 1.35 અરબ રૂપિયા છે. છેલ્લા પાંચ દિવસ આ કંપનીના શેરની કિંમતમાં 28 ટકાનો ઉછાળો આવ્યો છે. 6 મહિનામાં આ સ્ટોરે 58.72 ટકા રિટર્ન આપ્યું છે.
વિદેશી રોકાણકારોની હિસ્સેદારી
વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આ કંપનીમાં ભાગીદારી વધારી હતી. છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ વધુ 8 ટકા રોકાણકારોએ આ કંપનીમાં રોકાણ કર્યું છે. આ કંપનીના પ્રમોટર્સમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી શામેલ છે અને કંપનીમાં 32.56 ભાગીદારી ધરાવે છે.
શેર પ્રાઈસ
સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યૂએબલ એનર્જી લિમિટેડના શેરની કિંમતમાં 27 માર્ચ 2020ના રોજ ઘટાડો થયો હતો, ત્યારપછી આ શેરની કિંમત 77 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ શેરની કિંમતમાં સતત વધારો થતા હવે આ શેર 577 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. 4 વર્ષ દરમિયાન આ શેરે રોકાણકારોને 7.5 ગણું રિટર્ન આપ્યું છે. જોઈ રોકાણકારે 27 માર્ચ 2020ના રોજ આ કંપનીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો રોકાણકાર પાસે 7.5 લાખ રૂપિયા હોત.
શેર ક્યાં સુધી જશે?
નવુમાએ ત્રીજા ક્વાર્ટરની કમાણી પછી આ કંપનીના શેર પર તેની લક્ષ્ય કિંમત વધારી છે. નવુમાએ કહ્યું કે કંપનીએ લોનની રકમમાં નોંધપાત્ર ઘટાડો કરીને રૂ. 27 મિલિયન કરી દીધા છે. કંપનીનો ઓર્ડર ફ્લો રૂ. 2,400 કરોડ સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ટાર્ગેટ 620 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો છે