ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ લેખિત પરીક્ષા 2024 નો અભ્યાસક્રમ

વન રક્ષક વર્ગ :3 ગુજરાત રાજ્ય વન ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના નેજા હેઠળની અલગ અલગ જીલ્લાઓ માં આવેલ કચેરીઓ ખાતે જીલ્લા દીઠ વન રક્ષક વર્ગ :૩ ની ખાલી જગ્યા માટે નિમણૂંક કરવા GSSSB દ્વારા લેવાનાર પરીક્ષા ફેબ્રુઆરી 2024 માં લેવાનું મંડળની વિચારણા હેઠળ છે .

વન રક્ષક વર્ગ :3 ની લેખિત પરીક્ષા CBRT પધ્ધતિથી લેવામાં આવશે . તેમજ આ પરીક્ષા બદલાયેલા નવા અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે . આ બાબતની સૂચના ગુજરાત ગૌણ સેવા મંડળ તરફથી આપવામાં આવેલ છે . જેથી વન રક્ષકની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક તમામ ઉમેદવારો ને જાણ થઈ શકે અને તેઓ પરીક્ષા પધ્ધતિ અને નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની તૈયારી કરી શકે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેટર્ન 2024

 • ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામાં બહુવિધ-પસંદગીના પ્રશ્નો હોય છે.
 • વનરક્ષક ભરતી 2024 પરીક્ષા 200 માર્કસ માટે લેવામાં આવશે.
 • દરેક પ્રશ્નમાં 02 ગુણ હશે અને દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક માર્કિંગ હશે.
 • પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો રહેશે.

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Subject : (A) General Knowledge (25% Marks )

ઈતિહાસ :

 • ગુજરાતના મહત્વના રાજવંશો ,અસરો અને પ્રદાન ,મહત્વની નીતિઓ ,તેમનું વહીવટી તંત્ર ,અર્થતંત્ર ,સમાજ ,ઘર્મ ,કળા ,સ્થાપત્ય અને સાહિત્ય.
 • ભારતનો 1857નો સ્વાતંત્ર સંગ્રામ અને ગુજરાત.
 • 19 મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજીક સુધારા આંદોલનો.
 • ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા.
 • સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોતર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન.
 • ગુજરાત રાજ્યની સ્થાપનાના, મહાગુજરાત આંદોલન.
 • સૌરાષ્ટ્ર ,કચ્છ અને ગુજરાતના દેશી રાજયોના શાશકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ.

સાંસ્કૃતિક વારસો :

 • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળા સ્વરૂપો ,સાહિત્ય ,શિલ્પ અને સ્થાપત્ય.
 • ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા : તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો.
 • ગુજરાતની કળા અને કસબ : સામાજીક અને સાંસ્કૃતિક પ્રદાન
 • આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ
 • ગુજરાતનાં તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો.
 • વિશ્વવિરાસત સ્થળો (વલ્ડ હેરિટેજ સાઇટ્સ ) ,Gl ટેગ્સ (ગુજરાતના સંદર્ભમાં )

ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા:

 • આમુખ
 • મૂળભૂત હક્કો અને ફરજો
 • રાજ્ય નીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
 • સંસદની રચના
 • રાષ્ટ્રપતિની સત્તા
 • રાજ્યપાલની સત્તા
 • ભારતીય ન્યાય તંત્ર
 • અનુસુચિત જાતિ ,અનુ .જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ .
 • એટર્ની જનરલ
 • નીતિ આયોગ
 • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ .
 • કેન્દ્રીય નાણાંપંચ અને રાજયનું નાણાં પંચ .
 • બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ,ભારતનું ચૂંટણી પંચ ,સંઘ લોક સેવા આયોગ ,રાજ્ય જાહેર સેવા આયોગ ,કોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ ,કેન્દ્રીય સતર્કતા આયોગ ,લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ વગેરે .
 • વાર્ષિક નાણાકીય પત્રક

ભૌતિક ભૂગોળ :

 • વાતાવરણ ની સંરચના અને સંગઠન
 • આબોહવાના તત્વો અને પરિબળો
 • વાયુ સમુચ્ય અને વાતાગ્ર ,વાતાવરણીય વિક્ષોભ ,ચક્રવાત ,જલીય આપત્તિઓ ,ભૂકંપ .
 • આબોહવાકીય બદલાવ

ગુજરાતની ભૂગોળ :

 • ગુજરાતનાં વિવિધ ભૂમિ સ્વરૂપો
 • ગુજરાતની નદીઓ ,પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો
 • ગુજરાતની સામાજિક ભૂગોળ : વસ્તીનું વિતરણ ,વસ્તી ઘનતા ,વસ્તી વૃધ્ધિ ,સ્ત્રી પુરુષ પ્રમાણ ,સાક્ષરતા ,મહાનગરીય પ્રદેશો ,વસ્તીગણતરી -2011 (ગુજરાતના સંદર્ભમાં )
 • ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ (PVTGs )
 • ગુજરાતની આર્થિક ભૂગોળ : ગુજરાતનીકૃષિ,ઉદ્યોગો ,ખનીજ ,વેપાર અને પરિવહન ,બંદરો વગેરે
 • ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ

વિજ્ઞાન અને ટેક્નોલૉજી :

સામાન્ય વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેક્નોલૉજી : ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલૉજી ,ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ ,ઊર્જાના પરંપરાગત અને બીન પરંપરાગત સ્ત્રોતો

B. જનરલ ગણિત (12.5 % Marks)સામાન્ય બૌદ્ધિક અને તાર્ત્રિક ક્ષમતા

 • સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
 • ઘડીયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
 • ઘાત અને ઘાતાંક, વર્ગ, વગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
 • ટકા, સાદુ અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુક્શાન. સમય અને કાર્ય,
 • સમય અને અંતર, ઝડપ અને અંતર.
 • તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
 • સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, માહીતીનું અર્થઘટન અને વિશ્લેષણ

C. ગુજરાતી ભાષા (12.5% ગુણ)

ગુજરાતી વ્યાકરણ

 • કહેવતોનો અર્થ
 • ગુજરાતી ભાષા રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
 • સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
 • અલંકાર અને તેની ઓળખ
 • સમાનાર્થી શબ્દો / વિરુધ્ધ અર્થી શબ્દો
 • શબ્દસમૂહ માટે એક શબ્દ
 • સંધિ જોડો કે છોડો
 • જોડણી શુધ્ધિ
 • લેખન શુધ્ધિ/ ભાષા શુધ્ધિ
 • ગધ સમીક્ષા
 • અર્થગ્રહણ

D. પર્યાવરણ અને ઇકોલોજી જેવા કુદરતી પરિબળો (50% ગુણ)

પર્યાવરણ

 • પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ
 • પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો
 • માનવીય પ્રવૃત્તિઓ જેવીકે ખનન, બાંધકામ અને વસતિવૃધ્ધિની પર્યાવરણ પર અસરો
 • પર્યાવરણ અને જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો : કાર્બન ચક્ર, નાઈટ્રોજન ચક્ર વગેરે

પ્રદૂષણ / ગ્રીન હાઉસ અસર / ગ્લોબલ વોર્મિંગ / આબોહવા પરિવર્તન

 • પ્રદૂષણનાં પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો, ગ્રીન હાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ક્ષય. એસીડ વર્ષા, આબોહવા પરિવર્તન અને તેની અસરો, આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો
 • હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર, તથા તેનું નિયંત્રણ અને નિવારણ ધન કચરો, ઈ – વેસ્ટ, બાથી મેડીકલ કચરાનું વ્યવસ્થાપન

જંગલો વન્યસંપત્તિ અને વન્યજીવો

 • જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો
 • ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકારો
 • ગુજરાતમાં જંગલવિસ્તારની સ્થિતિ
 • સામાજીક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો
 • ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્વની ઔષધીય વનસ્પતિઓ
 • જંગલ આધારિત ઉધોગો
 • ગુજરાતનાં વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ
 • ગુજરાતનાં જળપ્લાવિત વિસ્તારો (Wetlands) અને ચેરના જંગલો (Mangroves)

ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ

 • જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેનાં વિવિધ પ્રયાસો
 • વન્ય જીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો
 • વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેકટસ (વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે)
 • પ્રવાસી થાયાવર પંખીઓ- ભારત અને ગુજરાત સંદર્ભમાં
 • સ્વસ્થાને (Insitu) તથા અન્ય સ્થાને (Exsitu) સંવર્ધન પ્રયાસો
 • ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રો

વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ

 • રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ (National Green Tribunal)
 • વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ
 • પર્યાવરણને લગતી વિવિધ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ

મહત્વપુર્ણ લીંક

ઓફીશિયલ સિલેબસ ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો

Leave a Comment