આ અઘરી શરત પૂરી કરે તો પાકિસ્તાન ભારત સામે સેમી ફાઈનલમાં આવી શકે? નહીંતર ન્યૂઝીલેન્ડ નક્કી

શ્રીલંકા જીતીને ન્યુઝીલેન્ડે પાકિસ્તાનની સેમી ફાઈનલની રાહ અઘરી કરી મૂકી છે. શ્રીલંકા જીત સાથે ન્યુઝીલેન્ડના પોઈન્ટ વધીને 10 થયા છે જ્યારે પાકિસ્તાનના 8 છે અને હવે જો પાકિસ્તાનને સેમી ફાઈનલમાં આવવું હશે તો તેણે 287 જેટલા મોટા રનથી હરાવવું પડશે. સેમીફાઈનલ માટે ત્રણ ટીમો ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ નક્કી થઈ ચૂકી છે. જ્યારે ન્યૂઝીલેન્ડે ચોથી ટીમ માટે પોતાનો દાવો ખૂબ જ મજબૂત બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડ ચોથી એવી ટીમ બનવા જઈ રહી છે, જે પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતનો સામનો કરશે. એટલે કે પાકિસ્તાનની ટીમની સફર હવે પૂરી થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડે ગુરુવારે (9 નવેમ્બર) બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે મેચ રમી હતી, જે તેણે 23.2 ઓવરમાં 5 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે કિવી ટીમના 10 પોઇન્ટ થઇ ગયા છે અને તેનો નેટ રનરેટ પણ વધ્યો છે.

પાકિસ્તાન 287 રનથી ઈંગ્લેન્ડને હરાવે તો જ તે સેમીમાં પ્રવેશી શકે

ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનની આખરી મેચ તારીખ 11મી નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમાવાની છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. જો પાકિસ્તાને સેમિ ફાઈનલમાં પ્રવેશવું જ હોય તો તેણે ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે. આટલા મોટા અંતરથી મેચ જીતવા માટે પાકિસ્તાને 400 કે 450થી વધુનો સ્કોર કરવો પડશે. આ પછી, મજબૂત બોલિંગ પણ કરવી પડશે. પરંતુ તેના અગાઉના પર્ફોમન્સને જોતા આમ કરવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

ટોપ-4માં કઈ કઈ ટીમ

શ્રીલંકા જીતની સાથે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવ્યું છે. 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટ છે. પહેલા નંબરે ભારત (16), બીજા નંબરે સાઉથ આફ્રિકા (12) ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા (10) અને ચોથા નંબરે ન્યુઝીલેન્ડ (10) પોઈન્ટ છે.

પાકિસ્તાનનું સપનું ચકનાચૂર

શ્રીલંકા પર ન્યુઝીલેન્ડની જીતથી સેમી ફાઈનલમાં આવવાનું પાકિસ્તાનનું સપનું ચકનાચૂર થયું છે. પાકિસ્તાન હવે શનિવારે ઈંગ્લેન્ડને 287 જેટલા મોટા રનથી હરાવે તો જ તે સેમી ફાઈનલમાં આવી શકે છે. ક્રિકેટના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન જેવી ટીમ માટે હરીફ ટીમને 287 જેટલા મોટા રનથી હરાવવું અઘરું છે.

આ પણ વાંચો  IPL 2024 માટેની તૈયારીઓ શરૂ! ખેલાડીઓના ઓક્શન પર મોટું અપડેટ

ભારત અને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલમાં ટકરાય તે લગભગ નક્કી

પાકિસ્તાન શનિવારે ઈંગ્લેન્ડને 287 જેટલા મોટા રનથી હરાવે તો જ તે સેમીમાં આવી શકે નહીંતર નહીં આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ અને ભારતનો સેમી ફાઈનલનો મુકાબલો થાય તે લગભગ નક્કી છે.

વર્લ્ડ કપ સેમીફાઈનલ સમીકરણ

  • પ્રથમ સેમી ફાઈનલ ભારત વિ ન્યુઝીલેન્ડ (જો ચમત્કાર ન થાય તો) – મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) – 15 નવેમ્બર
  • બીજી સેમી ફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે- કોલકાતા (ઇડન ગાર્ડન્સ) – 16 નવેમ્બર

Leave a Comment