ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 1246 જગ્યાઓ પર ભરતી, અરજી ઓનલાઈન કરવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 1246 જગ્યાઓ પર ભરતી

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૭/૧૧/૨૦૨૩ (૧૪-૦૦ કલાક) થી તા.૦૨/૧૨/૨૦૨૩ (સમય રાત્રીના ૧૧-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 1246 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

પોસ્ટનું નામ

  • સર્વેયર વર્ગ-3 (મહેસૂલ વિભાગ) : 412 જગ્યાઓ
  • સીનીયર સર્વેયર વર્ગ-3 : 97 જગ્યાઓ
  • પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3 : 65 જગ્યાઓ
  • સર્વેયર વર્ગ-3 : 60 જગ્યાઓ
  • વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 : 574 જગ્યાઓ
  • ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 : 06 જગ્યાઓ
  • સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-3 : 01 જગ્યાઓ
  • કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-3 : 17 જગ્યાઓ
  • ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-3 : 04 જગ્યાઓ
  • મશીન ઓવરશીયર વર્ગ-3 : 02 જગ્યાઓ
  • વાયરમેન વર્ગ-3 : 05 જગ્યાઓ
  • જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-3 : 03 જગ્યાઓ

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

  • ગૌણ સેવાની આ ભરતી માટે પોસ્ટવાઇઝ નિયમાનુસાર અલગ અલગ વય મર્યાદા નિયત કરવામા આવી છે. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
  • આ ભરતી માટે પોસ્ટવાઇઝ અલગ અલગ શૈક્ષણિક લાયકાતો નિયત કરવામા આવી છે. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો  DRDA ભરૂચ દ્વારા ભરતીની જાહેરાત, 28 જુલાઇ પહેલા અરજી કરો

પરીક્ષા પદ્ધતિ

  • પસંદગીની પ્રક્રિયામાં જાહેરામાં ફકરા નં. 9માં દર્શાવ્યા મુજબની એક તબક્કાની હેતુલક્ષી પ્રશ્નોવાળી ઓએમઆર પદ્ધતિની અથવા કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષામાંથી ઉમેદવારે પસાર થવાનું રહેશે.
  • જરૂરત ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભેની અમુક પરીક્ષા સંદર્ભેની અમુક સૂચનાઓ મોબાઈલ નંબર પર એસ.એમ. એસથી આપવામાં આવશે. આથી અરજીપત્રમાં સંબંધિત કોમલમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો.

મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ: 17.11.2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 02.12.2023

કેવી રીતે અરજી કરવી?

  • પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

મહત્વની લિંક

Leave a Comment