ઓસ્ટ્રેલિયા સામે શું છે ભારતની રણનીતિ? જાણો પ્લેઈંગ-11માં કોને મળશે મોકો

આજનો દિવસ ટીમ ઈન્ડિયા માટે ખુબ જ મહત્ત્વનો છે. કારણકે, આજથી ભારત પોતાના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ કરશે. ચેન્નાઈ સ્ટેડિયમથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ મિશનની શરૂઆત થશે. આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. એક તરફ હશે રોહિત શર્માની શાનદાર ટીમ તો બીજી તરફ હશે પેટ કમિન્સની કમિડેટ ટીમ. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ભારતની બેટિંગ વર્લ્ડ ક્લાસ છે તો ઓસ્ટ્રેલિયાનું ઝડપી આક્રમણ પણ ઓછું નથી. ચેન્નાઈની આકરી ગરમી તેમના માટે મોટો પડકાર સાબિત થશે. અત્યારે મેચ ચાલુ થઈ ગઈ છે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1.30 વાગ્યે પ્રારંભ…મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

વર્લ્ડકપમાં આ વખતની ઈન્ડિયા ટિમ

ભારત પાસે એક એવો કેપ્ટન છે જે 19મી નવેમ્બરે પોતાના હાથમાં કપ ઉંચકીને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નવો અધ્યાય લખવા માંગે છે. 35 વર્ષીય વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડવા માટે વધુ ત્રણ વનડે સદી ફટકારવી પડશે. ભારતીય ટીમમાં એવા નવ ખેલાડીઓ છે જેઓ એક અથવા વધુ વર્લ્ડકપ રમ્યા છે. વળી, છ ખેલાડીઓ માટે આ પહેલો વર્લ્ડકપ છે. જ્યારે વિરાટ કોહલી આ વખતે પોતાનો ચોથો વર્લ્ડ કપ રમી રહ્યો છે.

ભારત માટે આજની મેચનું મહત્ત્વ

રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ સહિતના મહત્વના ખેલાડીઓ ત્રીજી વનડેમાં પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ પોતાની પૂરી તાકાતથી રમી હતી. ઓસ્ટ્રેલિયાએ તે ત્રીજી વનડે સરળતાથી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ મેચમાં સાવચેતીથી રમવું પડશે. દરેક દિગ્ગજ ક્રિકેટર માને છે કે વર્લ્ડકપ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવા ખૂબ જ જરૂરી છે.

3 સ્પિનરોને મળશે સ્થાન

ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફાસ્ટ બોલિંગને કારણે તેની પાસે પ્લેઈંગ-11માં 3 સ્પિનરોનો સમાવેશ કરવાનો વિકલ્પ હશે. સ્પિન અટેકની વાત કરવામાં આવે તો ભારત પાસે લેગ સ્પિનર ​​કુલદીપ યાદવ, ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની તિકડી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ અંગે સંકેત આપ્યો હતો કે ચેપોકમાં આ ત્રણેયને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. ચેન્નાઈની પીચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે.

આ પણ વાંચો  ભારતની વર્લ્ડ કપ ટીમમાં થઈ શકે મોટા ફેરફાર, 9 ખેલાડી બદલાશે! જુઓ સંભવિત ખેલાડીઓનું લિસ્ટ

ચેપોકમાં પ્રેસેંટેશન

ચેન્નાઈના ચેપૉકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ એક મેચ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. ચેપોકમાં બંને વચ્ચે માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 1987ના વર્લ્ડકપમાં રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયાએ એક રનથી જીતી હતી.

ઈન્ડિયા ટિમ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગીલ, શાર્દુલ ઠાકુર.

ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જૉશ ઈંગ્લિસ, શૉન એબૉટ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.

Leave a Comment