IPOમાં પૈસા લગાવવા આંખ બંધ કરીને કૂદી ન પડતા, પહેલાં ધ્યાનમાં રાખજો આ 6 ખાસ બાબતો, નહીં થાય નુકસાન

હમણાંથી મોટાભાગની કંપનીઓ IPO બહાર પાડી રહી છે. રોકાણકારો IPOમાં રોકાણ કરીને અઢળક કમાણી કરી રહી છે. રોકાણકારોએ LIC, પેટીએમ તથા અન્ય IPOને બિલ્કુલ પણ ના ભૂલવા જોઈએ.

પેટીએમ, LIC, નાયકા તથા ઝોમેટોના IPOએ ઓપનિંગમાં જ રોકાણકારોના પૈસા ડૂબાડી દીધા છે. આ કારણોસર રોકાણકારોએ IPOમાં રોકાણ કરતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

DRHP- DRHP કોઈપણ IPOનો મુખ્ય આધાર છે અને IPO માટે સૌથી પહેલા આ જ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. DRHP વાંચીને IPO તથા કંપનીની તમામ જાણકારી મળી રહે છે. IPO લાવનાર કંપની સેબીને આ ડોક્યુમેન્ટ જમા કરાવે છે.

કંપનીની ક્ષમતા- કંપની કયા ક્ષેત્રે કામ કરી રહી છે અને કંપનીની ક્ષમતા કેટલી છે, તે વિશે જાણકારી મેળવો. કંપનીના ભવિષ્ય અંગે અંદાજો લગાવી શકશો.

પૈસાનો ઉપયોગ- IPO દ્વારા એકત્ર કરવામાં આવેલ રકમનો કંપની કેવી રીતે ઉપયોગ કરે છે, તેની જાણકારી મેળવી લેવી. આ પ્રકારે કરવાથી કંપનીની નાણાંકીય પરિસ્થિતિનો અંદાજો મેળવી શકાશે.

નાણાંકીય પરિસ્થિતિ- કંપનીની નાણાકીય પરિસ્થિતિ જાણવા માટે, કંપનીનો નફો અને આવક વિશે જાણકારી મેળવો. સતત બે વર્ષોથી આવક અને નફો વધતો હોય તો તે IPOમાં રોકાણ કરી શકો છો. ઘણીવાર શેરની કિંમત વધુ હોય તે IPOમાં રોકાણ ના કરવું જોઈએ.

પ્રચાર ના કરવો- ઘણી વાર એવો પ્રચાર કરવામાં આવે છે કે, IPO પહેલા આટલા રોકાણકારોએ રોકાણ કર્યું. જેથી માર્કેટના સેન્ટિમેન્ટ સાથે ચેડા કરવામાં આવે છે. ઘણી વાર લોકો ગેરમાર્ગે દોરાઈને IPOમાં રોકાણ કરે છે અને નુકસાન થાય છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ- શેરના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમમાં લોકો કેટલા શેર માટે રોકાણ કરે છે. જો આ શેર પ્રીમિયમ પર ચાલી રહ્યો હોય તો IPOમાં રોકાણ કરી શકો છો.

Leave a Comment