આજે સાતમું નોરતું: માં મહાકાળીની થાય છે પૂજા, જાણો પૂજાવિધિ,મંત્ર અને શ્લોક

હિન્દૂ માન્યાતાઓ અનુસાર નવરાત્રીનાં 9 દિવસોમાં દેવી દુર્ગાનાં 9 વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શક્તિની સાધના સાથે જોડાયેલા આ પાવન પર્વનાં સાતમાં નોરતે દેવી દુર્ગાનું સ્વરૂપ મહાકાળીનું પૂજન થાય છે. ખુલ્લા વાળ અને કાળા રંગનું શરીર ધારણ કરેલ દેવી કાળીનાં સ્વરૂપને જોઈને આસુરી શક્તિઓ કાંપી ઊઠે છે. તેમની સાધના કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાઓ પ્રવેશ નથી કરી શકતી. એટલું જ નહીં માંના આશીર્વાદ મેળવવાથી શનિ દોષ પણ દૂર થાય છે.

પૂજાની વિધિ કેવી રીતે કરવી?

  • મહાકાળીનું પૂજન કરવા માટે તન અને મનથી પવિત્ર થઈને દેવી મહાકાળીમાની મુર્તિને ગંગાજળથી સ્નાન કરાવવું.
  • આ પછી પુષ્પ, અક્ષત, ચંદન, ધૂપ-દીપથી પૂજા કરવી.
  • મહાકાળીને ગોળ અથવા શીરાનો ભોગ ધરવો. આ દરમિયાન મહાકાળીમાતાની કથા બોલવી અથવા સાંભળવી.
  • કથા બાદ માતાજીની પૂજા કરવા માટે મંત્રોનો જાપ કરવો.

મહાકાળી માતાજીનો મંત્ર

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥

મહાકાળીનો સિદ્ધમંત્ર

‘ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम:।’

આ પણ વાંચો  ઑક્ટોબરમાં આટલાં દિવસ સુધી બેંકો રહેશે બંધ, જુઓ કેટલા દિવસ બેંકો રહેશે બંધ

Leave a Comment