સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, 13 નવેમ્બરે રજા જાહેર કરાઇ

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહીં સરકારે કર્મચારી સંગઠનની માંગણી સ્વીકારી લીધી છે દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ સરકાર દ્વારા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આમ સરકારે કર્મચારી સંગઠનોની માગણી સ્વીકારી છે.

માહિતી અનુસાર આ રજા જાહેર થવાના કારણે હવે સરકારી કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં સળંગ 11 થી 15 નવેમ્બરની રાજાનો લાભ મળી શકશે. મહત્વનું છે કે કર્મચારી સંગઠન દ્વારા સરકારને આ બાબતે ધ્યાન લઈને રજૂઆત કરવામાં આવી હતી અને અત્યારના રોજ રચના જાહેર કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી.

જેના લીધે હવે સરકારી કર્મચારીઓને એકી સાથે સળંગ પાંચ દિવસની રજા નો લાભ મળી શકે અને તેમને તહેવારોમાં ક્યાંક ફરવા જવું હોય અથવા ટુર પ્લાન કરવામાં પણ સરળતા પડશે આમ દિવાળી પહેલા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને ઉજવણી કરવા માટે વધુ એક કારણ આપ્યું છે અને સરકારે આ માગણીને સ્વીકારી લીધી છે.

મહત્વનું છે કે આની પહેલા દિવાળી પહેલા સરકાર ઓલરેડી સરકારી કર્મચારીઓને રાહત મળે એવા નિર્ણયો જાહેર કરી ચૂકી છે જેમાં ફિક્સ કર્મચારીઓના પેમેન્ટમાં 30% નો વધારો વર્કરના કર્મચારીઓને બોનસ, સરકારી નિગમના કર્મચારીઓને શરતો આધારિત લાભ અને એસટી કર્મચારી સંગઠનની વિવિધ માંગણીઓને સરકારે ધ્યાન લઈને સ્વીકારી હતી અને એક રીતે દિવાળીની ગિફ્ટ આપી હતી.

Leave a Comment