જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી

વાચક મિત્રો, નાનપણમાં તમે ઘણી બધી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જગતની વાતો સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય ગુજરાતમાં આવેલી લગભગ 191 વર્ષ જૂની ઐતિહાસિક બોરડી વિશે સાંભળેલું છે, કે જેમાં એક પણ કાટો નથી તો ? તો ચાલો જાણીએ આ સ્થળ સાથે સંકળાયેલ રસપ્રદ વાતો.

 ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી

આશરે 190 વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી જેને કારણે આ ઐતિહાસિક બોરડીના તમામ કાંટા ખરી પડ્યા હતા. તમને કદાચ જાણીને નવાઈ લાગશે પરંતુ આ જ સનાતન સત્ય છે. આ ચમત્કારિક ઘટના સાથે સંકળાયેલી જગ્યા એ બીજે ક્યાંય નહીં પરંતુ સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા રાજકોટમાં આવેલી છે.

રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આવેલી આ બોરડીએ હરિભક્તોમાં ખાસ આસ્થાનો વિષય છે. આ વૃક્ષ 190 વર્ષ કરતાં વધારે જૂનું હોવાને કારણે ગુજરાત સરકારે આ વૃક્ષની હેરિટેજ ટ્રી તરીકે જાહેર કર્યું છે. એવું કહેવાય છે કે અભેસિંહજીએ મંદિર માટે જગ્યા ખરીદી હતી. હાલ આ મંદિરના પ્રાંગણમાં કાંટા વગરની બોરડી કે જેને પ્રસાદીની બોરડી તરીકે પણ ઓળખવામાં આવે છે તે સ્થિત છે.આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સાથે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ ઘનશ્યામજી મહારાજ બિરાજમાન છે.

પ્રસાદીની બોરડીનો મહિમા

આ પૃથ્વી પર ઘણા બધા વૃક્ષો આવેલા છે. દરેક વૃક્ષો કોઈને કોઈ રીતે માનવ જગત તેમજ પ્રાણી જગત માટે ઉપયોગી હોય છે. પરંતુ કેટલાક એવા વૃક્ષો હોય છે જેનો મહિમા અપરંપાર હોય છે અને તે પૂજનીય પણ બને છે. આવું જ એક વૃક્ષ છે તે કાંટા વગરની બોરડી. આ વૃક્ષ કદાચ વિશ્વનું એક માત્ર એવું વૃક્ષ હશે કે જેણે, એક સંતના વચન ના કારણે પોતાના તમામ કાંટાઓ ખેરવી નાખ્યા હતા. કે જેમણે અનાદિકાળથી ક્યારે પણ ન બદલી શકાય તેવો પોતાનો કાંટાળો સ્વભાવ છોડી દીધો હતો.

આ પણ વાંચો  આજે વર્ષનું છેલ્લું મોટું ચંદ્ર ગ્રહણ: 3 રાશિને થશે મોટો ફાયદો તો આ 5 રાશિજાતકોની નુકસાની પાક્કી, જાણી ગ્રહણના નિયમો

અંગ્રેજ સલ્તનતના મુંબઈ ઇલાકાના ગવર્નર સર ઝોન માલકમના આમંત્રણને માન આપીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવંત 1886 ના ફાગણ સુદ , પાંચમ તારીખ 26 2 1830 ના રોજ રાજકોટ પધારેલા. અને આ બોરડીની બાજુમાં સંતો હરિભક્તોની સભા કરીને બિરાજમાન હતા. આજ સમયે યોગી શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે બોરડીની નીચેથી પસાર થયા ત્યારે આ બોરડીના કાંટા પરમ પૂજ્ય સ્વામીના રૂમાલમાં પાઘડી માં ભરાયા. સ્વામીના મુખમાંથી અચાનક જ શબ્દો શરી પડ્યા ” અરે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો તને સાક્ષાત સંબંધ થયો છતાં તે તારો સ્વભાવ છોડ્યો નહીં ” ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો બાદ જ એવું કહેવાય છે કે આ બોરડીના તમામ કાંટા ખરી પડ્યા અને આ બોરડીનું વૃક્ષ નીષ્કંટક બન્યું. જે આજે પણ ઇતિહાસનું સાક્ષી બનીને આ જ મંદિરના પ્રાંગણમાં ઉભું છે.

બોરડીની વિશેષતાઓ

આ બોરડી કદાચ વનસ્પતિશાસ્ત્રના નિયમની વિરુદ્ધમાં જ અહીં ઉભી હોય તેવું જણાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રસાદીની (નિષ્કંટક) બોરડીમાં બારેમાસ બોર આવે છે. ભક્તો અહીં ખાસ મંગળવારે અને શનિવારે બોરની માનતાઓ માને છે. એવુ કહેવાય છે કે આ પ્રસાદીની બોરડીની પરિક્રમા કરવાથી ભક્તોની મનોકામના પણ પૂરી થાય છે. અહીં ભક્તો દ્વારા બોરડીના કોઈપણ પાનને તોડવામાં નથી આવતું અને જે પણ પાન નીચે ખરે છે તેને જ પ્રસાદી સ્વરૂપે અહીંથી લઈ જવામાં આવે છે. મજાની વાત તો એ છે કે આ જ બોરડીના બોર ને કોઈ અન્ય જગ્યાએ વાવે તો એ બોરડીમાં કાંટા ઊગી નીકળે છે પરંતુ હાલમાં પણ આ બોરડીમાં એક પણ કાટો નથી.

ફાગણ સુદ પાંચમના દિવસે બોરડીના આ કાંટા ખરવાની ઘટના બની હોવાથી દર વર્ષે ફાગણ સુદ પાંચમના દિવસે ધામધૂમથી બદરી વંદન મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં બોરડીની પૂજા અર્ચના કરીને સાકોત્સવ તેમજ અન્નકૂટ ધરવામાં આવે છે.

આ પણ વાંચો  KBC 15: શું છે 1 કરોડનો એ સવાલ? જેને જવાબ ખોટો પડતા 8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

વનસ્પતિશાસ્ત્રના નિયમ મુજબ કાંટાડી પ્રકૃતિ ધરાવતા વનસ્પતિઓ કાંટા વગર જીવી શકે નહીં જેથી આ બાબતોનું તથ્ય શોધવા માટે વિવિધ વનસ્પતિશાસ્ત્રીઓ આજ દિન સુધી સંશોધન કરી રહ્યા છે.

દુનિયાનું એક એવું રહસ્યમય સ્થળ કે જ્યાંથી નીકળતા જ મોટાભાગના વહાણ ,વિમાન કે માણસો થઈ જાય છે ગાયબ! જાણો આ સ્થળ વિશેની રહસ્યમય વાતો.

પ્રસાદીની બોરડી તરીકે ઓળખાઈ

નારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુઓને પ્રસાદીની વસ્તુઓ કહેવામાં આવે છે. એટલા માટે જ આ બોરડીને પ્રસાદીની બોરડી તરીકે ઓળખવામાં આવે છે.

આજનો માણસ પોતાના દુર્ગુણો કે વ્યસનોને છોડી શકતો નથી, એવા તમામ લોકો માટે આ બોરડી એક કઠોર ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જેમણે પોતાનું જ કાંટાળુ ચરિત્ર બદલી નાખ્યું. અને એના માટે એક ઉક્તિ છે.


“જો સાધના કોઈ કરે, તો એ જાતિ સ્વભાવ ન જાય,

પણ સંત વચન જો ઉર ધરે, તો એ બદરી સમ થાય”


દરેક લોકોએ જીવનમાં એક વાર આ પ્રસાદીની બોરડીની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

1 thought on “જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી”

Leave a Comment