હાર્ટઍટેક તો પહેલા પણ આવતા પણ અચાનક જ મૃત્યુના કેસ કેમ વધી રહ્યા છે? જાણો એક્સપર્ટ ડૉક્ટર્સે શું કહ્યું!!!

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી ઘણા લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. હાર્ટ એટેકનાં કિસ્સાને લઈ પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. હ્રદયની સંભાળ માટે નિષ્ણાંત ચાર તબીબોની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ બાબતે યુ એન મહેતા હોસ્પિટલનાં ર્ડા. ચિરાગ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકોને સાચી સમજણ પડે તે માટે આજે વાત કરવાની છે. યુવાન લોકોમાં હ્રદય રોગ ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. અચાનક મૃત્યું થવું તેને સડન ડેથ કહીએ છીએ.

મગજનો પણ એટેક આવી શકે છે-ડો.ચિરાગ દોશી

યુવાનોમાં હાર્ટ એટેકનાં કિસ્સામાં 52 ટકા મોત હ્રદયનાં હુમલાને કારણે થતાં જોવા મળ્યા છે. હ્રદયને ચલાવવા માટે ધમનીઓ હોય છે. ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ. ત્યારે મગજનો પણ એટેક આવી શકે છે.

હાર્ટ એટેકમાં બ્લડ પ્રેશર મુખ્ય કારણ

હાર્ટ એટેક માટે જવાબદાર કારણોની વાત કરીએ તો આ રોગ પરિવારમાં ચાલતો રોગ છે. 55 વર્ષ પહેલા જો આ રોગ કોઈને આવ્યો હોય તો આ રોગ થઈ શકે છે. લાઈફ સ્ટાઈલ પણ એટલી જ જવાબદાર કારણ છે. હાર્ટ એટેકમાં બ્લડ પ્રેશર મુખ્ય કારણ છે. હોસ્પિટલ આવતા દર્દીઓમાંથી 30 ટકા દર્દીઓ બ્લડ પ્રેશરનાં હોય છે. સ્મોકિંગ અને ટોબેકો પણ જવાબદાર છે. તેમજ બટર, ચીઝ, ઓઈલું વગેરે પ્રમાણ જવાબદાર છે. ઈન એક્ટિવ લાઈફ 30 ટકા થી 35 ટકા લોકો ફિઝીકલ એક્ટિવ નથી. સામાન્ય પણે 10 થી 11 કિમી દિવસ દરમિયાન ચાલવું જોઈએ. સ્પર્ધાત્મક નોકરીઓમાં જવાબદારીઓથી વધતો સ્ટ્રેસ પણ જવાબદાર છે.

છાતી પર કોઈએ પથ્થર મૂક્યો હોય તેવો આભાસ થવો-ડો.ચિરાગ દોશી

હાર્ટ એટેકની વાત કરીએ તો મુખ્ય લક્ષણોની વાત કરીએ તો હાર્ટ એટેક હ્રયદનાં દર્દીને છાતીમાં ડાબી બાજુ દુઃખાવો થતો હોય છે. છાતી પર કોઈએ પથ્થર મૂક્યો હોય તેવો આભઆસ થવો. આ દુખાવાની તીવ્રતા વધુ હોય તો હાર્ટ એટેકનાં લક્ષણો છે. ચાલતા માણસને દુખાવો થાય ત્યાર બાદ દુખાવો નોર્મલ થાય તો તે હ્રદયનો દુખાવો છે. હ્રદયમાં કોઈ દુખાવો ન થાય અને જલ્દી થાકી જાઓ. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી.

આ પણ વાંચો  ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ, લૂ અને હિટસ્ટ્રોક થી બચવાનો છે ઉતમ ઘરેલુ ઉપાય

મુખ્ય નળી હાર્ટમાંથી બહાર આવતી હોય છે -ડો.ચિરાગ દોશી

હાર્ટ એટેકમાં સડન ડેથ માટે જવાબદાર કારણોની વાત કરીએ તો, વધારે શ્રમ કરવાનો કારણે હાર્ટ બીટ વધી જતી હોય છે. હાર્ટ રેટ 180 થઈ જાય તો વધુ લોહી જમા થવા લાગે છે. વધુ લોહી જમા થવાને કારણે માનવીનું મૃત્યું ઈલાજ ન મળવાને કારણે થતું હોય છે. મુખ્ય નળી હાર્ટમાંથી બહાર આવતી હોય છે. મુખ્ય નળીમાં તકલીફ થાય તો પણ મૃત્યું થતું હોય છે. લોહીની ગાંઠ અને ફેફસામાં લોહી ન પહોંચે તો પણ મૃત્યું થઈ શકે છે. ચક્કર આવવા, બેભાન થવું, શ્વાસ ચડવો જેને સામાન્ય ન ગણવું. આવા સંજોગોમાં તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ.

Leave a Comment