ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો: અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો આગાહી

ગુજરાતની નવરાત્રિ ઉપર પર એક પછી એક સિસ્ટમ આવી રહી છે. ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડું અનુભવાય છે તે ખબર પડતી નથી. રાજ્યમાં 14 ઓક્ટોબર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા દર્શાવવામાં આવી છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતાઓ રહેલી છે. આગામી 14 તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે, તેમ છતાં કાળા ડિબાંગ વાદળો છવાશે. બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

ગુજરાતમાં લોકો કોઈ ચોક્કસ સિઝનનો અનુભવ કરી શક્તા નથી. હવે ગુજરાતમાં તહેવારોની મોસમ આવી રહી છે. ત્યારે એકસાથે ઠંડી-ગરમી, વરસાદ અને વાવાઝોડું બધુ જ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 17થી 20 ઓક્ટોબરમાં ભારે વાવાઝોડું સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે.

નવરાત્રિ બગાડશે વરસાદ: અંબાલાલ પટેલ

17,18 અને 19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં નવરાત્રિ છે. આ દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.

શિયાળો ક્યારે આવશે?

શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ છે કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ બાદ બીજી હિમવર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે.

તો નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે 17 ઓક્ટોબરે નવરાત્રિમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે, 12 ઓક્ટોબરે આરબ સાગરમાં હાઇપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશો તરફથી આવતા ચક્રવાતના આવશેષ રૂપે બંગળાની ખાડીમાં હલચલ રહેશે. 16-24 નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે.

Leave a Comment