TAT (હાયર સેકન્ડરી) પ્રિલિમ્સ પરીક્ષાનો સિલેબસ ડાઉનલોડ કરો

પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ

પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે અને 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે તે વિષય માટે અરજી કરી છે તે વિષય આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે..

tat (hs) prelims exam syllabus 2023
  • આ કસોટી બે વિભાગમાં રહેશે વિભાગ-1 માં 100 પ્રશ્નો રહેશે તથા વિભાગ-2 માં 100 પ્રશ્નો રહેશે.
  • આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને આપ પ્રશ્નપત્ર નો સળંગ સમય 180 મિનિટનો રહેશે.
  • આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની MCQ OMR આધારિત હશે
  • આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે દરેક પ્રશ્ન ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ-૧ : સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

  • બંધારણની મૂળભૂત ફરજો (Fundamental Duties – Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસન તંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાનવિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.

(બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)

(I) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

  • કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણીના સ્વરૂપો (ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)

(II) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

  • વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પધ્ધતિઑ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણામ વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ-મનોવલણ, અભિયોગ્યતા.
આ પણ વાંચો  ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો: અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો આગાહી

(III) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

  • વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લૂમ સહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનૉલોજિ, ક્રિયાત્મ્ક સંશોધન.

(ક) તાર્કિક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

  • વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વગેરે), સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલશોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ.

(ઇ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

  • સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલિંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારિત પ્રશ્નો વગેરે..

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)

  • સબંધિત વિષયના ધોરણ-૧૧ થી ૧૨ ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસ
  • પરિક્ષાના અભ્યાસક્ર્મની વિષયવસ્તુની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે.

(બ) વિષયવસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

પરીક્ષાનું માધ્યમ

આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એ જ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે. જો ઉમેદવારો એક કરતાં વધુ વિષયો માટે તથા માધ્યમો માટે ફોર્મ ભરશે તો કોઈ એક જ વિષય અને એક જ માધ્યમની કસોટીમાં ઉપસ્થિત રહી શકશે.

Leave a Comment