બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? ગુજરાતનાં દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર: વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બીપોરજોય સુધી વાવાઝોડું છે. દ્વારકાના હર્ષદ અને જૂનાગઢના શેરીયાજ બારા ગામમાં લોકોના ઘરોમાં દરિયાનું પાણી ઘૂસ્યું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્રકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, જામનગર અને દ્વારકામાં 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાવાઝોડાની સંભવિત અસરને પગલે વહીવટી તંત્ર સાથે બેઠક યોજી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને રોકવા માટે જિલ્લાતંત્ર સાથે બેઠક યોજી અને કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબીમાં કનુ દેસાઈ, રાજકોટમાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા, જામનગરમાં મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષભાઈ સંઘવી, જુનાગઢમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોતમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.
અંબાલાલ પટેલ ની આકરી આગાહી
અંબાલાલ પટેલે કહ્યું હતું કે 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વખતનું રહેશે. કડકપ ભડાકા, આંધી સાથે વરસાદ પુરા ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળશે. આ વાવાઝોડાની અસર 50 વર્ષમાં સૌથી મોટી છે તેમજ ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથે સાથ કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચવું તમને ગમશે >>> બંદરો પર કેમ લગાવવામાં આવે છે અલગ અલગ સિગ્નલો? જાણો આ સિગ્નલોનો અર્થ શું થાય?
ગીર સોમનાથ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરને અનુલક્ષી કોસ્ટગાર્ડ દ્વારા દરિયા કિનારે ચાંપતો બંદોબસ્ત
માછીમારો અને દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં લઇ કોસ્ટગાર્ડ દ્વારા સોમનાથ મંદિર, ભીડીયા, બંદર તથા વોક-વે સહિત સમગ્ર સોમનાથના દરિયાઈ વિસ્તારો આસપાસ હેલિકોપ્ટર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે.
વાવાઝોડાને લઇ તંત્ર તૈયાર
બિપોરજોય ચક્રવાતને લઈ ગીર સોમનાથ દ્વારકા, કચ્છ-ભુજ, ભાવનગર જિલ્લામાં એનડીઆરએફની ટીમ ખાડે પગે. ગીર સોમનાથ, દ્વારકા અને જામનગર જિલ્લામાં આગાહી અનુસાર આજ સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને પવનની શરૂઆત થઈ ગઈ છે. બિપોરજોય ચક્રવાતને લઇ દરેક જિલ્લામાં એનડીઆરએફ ની ટીમ પહોંચી ગઈ છે જ્યારે વેરાવળની વાત કરીએ તો વેરાવળ સાયક્લોન સેન્ટર ખાતે એનડીઆરએસની ટીમ તૈનાત આવી છે જેમાં 25 જવાનો સાથે ટીમ સ્ટેન્ડ બાય કરાય.
1 thought on “બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? ગુજરાતનાં દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર”