બંદરો પર કેમ લગાવવામાં આવે છે અલગ અલગ સિગ્નલો? જાણો આ સિગ્નલોનો અર્થ શું થાય?

બંદરો પર કેમ લગાવવામાં આવે છે અલગ અલગ સિગ્નલો? જાણો આ સિગ્નલોનો અર્થ શું થાય?: તોફાનો એટલે કે વાવાઝોડા માટે તમામ બંદરો પર ચેતવણી રૂપી સંકેતો સરકાર દ્વારા આપવામાં આવે છે, જેના દ્વારા દરિયા કિનારે જ એલર્ટ આપવામાં આવે છે. આ સિગ્નલો થકી લોકોને સાવચેત કરવામાં આવે છે.

Tropical Cyclone Wind Signals

હવામાન વિભાગના કહેવા અનુસાર, બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે ભયાનક રીતે દરિયાકાંઠાના વિસ્તારો સાથે ટકરાઈ શકે છે. આગામી કલાકોમાં આ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે અને ગુજરાતની નજીક પહોચી ગયું છે. વાવાઝોડાની સ્થિતીને જોતા દરીયાકિનારાના સ્થળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે છે. આ સાથે દરિયામાં વિવિધ નંબરના સિગ્નલ આપી દેવામાં આવ્યા છે જેમાં ગુજરાત રાજયના ઉના, વેરાવળ, સોમનાથ, દીવ , માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં સિગ્નલ આપ્યા છે અને આ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે કે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં તંત્ર પણ દોડતું થયું છે.

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે વાવાઝોડાની સ્થિતીને ધ્યાનમાં લઈ હવામાન વિભાગ દ્વારા દરિયાપટ્ટીના અથવા તો બંદર પર એક પરટીક્યુલર નંબરનુ સિગ્નલ આપવામાં આવે છે તો આ સિગ્નલનો અર્થ શું થાય છે?, આ સિગ્નલ કયારે આપવામાં આવે છે? આ સિગ્નલો વિશે આપણે આ લેખમાં જાણીશું.

સિગ્નલ કુલ કેટલા પ્રકારના હોય છે?

સિગ્નલ કુલ ૧૧ પ્રકારના હોય છે, વાવાઝોડાની ગતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આ સિગ્નલ આપવામાં આવે છે.

૧ નંબરનું સિગ્નલ

ભારે પવનની ગતિ ૧ થી ૫ કિલોમીટરની હોય ત્યારે 1 નંબરનું સિગ્નલ બંદર પર આપવામાં આવે છે, ૧ નંબરનું સિગ્નલ સંભવીત વાવાઝોડાની આગાહી કરે છે.

૨ નંબરનું સિગ્નલ

દરિયામાં 60 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ડિપ્રેશન દરિયામાં બને છે ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે, આ સિગ્નલ જહાજોને બંદરો પરથી દૂર જવા સૂચન કરે છે.

આ પણ વાંચો  ઘરના ખર્ચા ચલાવવામાં ઓછી પડે છે સેલેરી? તો આ ટિપ્સની મદદથી બનાવો હોમ બજેટ

૩ નંબરનું સિગ્નલ

3 નંબરનું સિગ્નલ એ દર્શાવે છે કે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે અને વરસાદ પાડવાની પણ શક્યતા છે.

૪ નંબરનું સિગ્નલ

દરિયામાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી જાનમાલમાં અસર થવાની શક્યતા રહેલી છે. જ્યારે હવામાન ખાતા અનુસાર 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો હોય ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે.. અને આ સિગ્નલ એ પણ દર્શાવે છે કે બંદર પર ઉભેલા વહાણો ખતરામા છે.

૫ નંબરનું સિગ્નલ

પાંચ નંબરનું સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપે છે અને જણાવે છે કે 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું દરિયાકાંઠાથી ડાબી બાજુ ફંટાશે.

૬ નંબરનું સિગ્નલ

આ સિગ્નલ ૫ નંબરના સિગ્નલ જેવુ જ છે. છ નંબરનું સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપે છે અને જણાવે છે કે 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું દરિયાકાંઠાથી જમણી બાજુ ફંટાશે.

૭ નંબરનું સિગ્નલ

૭ નંબરના સિગ્નલનો મતલબ એ થાય છે કે વાવાઝોડું બંદરની નજીકથી આગળ વધશે અથવા તો સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે.

૮ નંબરનું સિગ્નલ

૮ નંબર એ વાતની ચેતવણી આપે છે કે વાવાઝોડું બંદરની ડાબે બાજુથી ખૂબ જ તીવ્રતાથી ટકારાશે અને વાવાઝોડાની પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહેશે.

૯ નંબરનું સિગ્નલ

આ સિગ્નલ પણ સિગ્નલ ૮ જેવુ જ છે અને એવો મતલબ થાય છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્રતાથી ટકારાશે અને વાવાઝોડાની પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહેશે.

૧૦ નંબરનું સિગ્નલ

૧૦ નંબરનું સિંગલ ખૂબ જ ખતરનાક હોય છે. આ સિગ્નલનો મતલબ એવો થાય છે કે વાવાઝોડું બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર અને વધારે વાવાઝોડું આવશે અને પવન ફૂકાંશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ શકે છે.

આ પણ વાંચો  સોનું ખરીદવા માટે સૌથી શુભ સમય એટલે પુષ્ય નક્ષત્ર: આ દિવસે સોનું ઘરે લાવવાથી લક્ષ્મીજીની સાથે કુબેરની પણ કૃપા

૧૧ નંબરનું સિગ્નલ

જ્યારે પવન ૨૨૦ કિમી પ્રતિ કલાકથી વધારે ફૂંકાવા લાગે છે ત્યારે ૧૧ નંબરનું સિગ્નલ બંદર પર લગાડી દેવામાં આવે છે. આ સ્થિતિમાં તમામ ટેકનિકલ કોંટેક્ટ તૂટી જાય છે અને મોબાઈલ વ્યવહાર બંધ થઈ જાય છે. આ સિગ્નલ લાગે ત્યારે ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાય છે.

મહત્વની લિંક

વાવાઝોડું ક્યાં પહોચ્યું તે LIVE જોવાઅહી ક્લિક કરો
GkJob હોમપેજઅહી ક્લિક કરો