હાર્ટ ફેલ થતા પહેલાં શરીરને મળે છે આ એલર્ટ, ભૂલથી પણ આ લક્ષણોને ઇગ્નોર ન કરતા!!!

આજકાલ ઓછી ઉંમરમાં પણ યુવાઓને હાર્ટ સાથે જોડાયેલી પ્રોબ્લેમ થઈ રહી છે. જેમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધારે થાય છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને ઉંઘ સાથે જોડાયેલી સમસ્યાઓને પણ હાર્ટ સાથે જોડવામાં આવે છે. 

આ બધામાં હાર્ટ ફેલિયર ગંભીર અને જીવલેણ સમસ્યા છે. જેમાં હાર્ટ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે અને પુરતુ બ્લડ-ઓક્સીજન પંપ નથી કરી શકતું. તેના કારણે હાર્ટના મસલ્સ કમજોર થઈ જાય છે અને તે યોગ્ય રીતે કામ નથી કરી શકતા.

અમુક નીચે આપેલા લક્ષણો જો તમારા શરીરમાં જણાય તો સમજી જવું કે તમે આ હાર્ટ રિલેટેડ ડાઈસિસ સાથે જોડાયેલા છો, જાણો આ લક્ષણો:

વધારે થાક લાગવો

જ્યારે હાર્ટ યોગ્ય રીતે બ્લડ પંપ નથી કરતું તે બ્રેઈન સુધી બ્લડનું સપ્લાય યોગ્ય રીતે નથી થતું. એવામાં હાથ પગ કમજોર પડી શકે છે. ગંભીર સ્થિતિમાં સીડિયો ચડવા ઉતરવામાં પણ થાક અનુભવાય છે.

વજન વધવું

જો અચાનર શરીરનું વજન વધવા લાગે અથવા શરીરના અમુક અંગોમાં સોજાની સમસ્યા જોવા મળે તો સાવધાન રહેવું જોઈએ. કારણ કે પગ, ઘુંટણ અથવા પેટમાં સોજાની સમસ્યા હાર્ટ ફેલિયરના સંકેત હોઈ શકે છે.

ગળામાં ખીચ ખીચ

શ્વાસ અને ગળામાં ખીચ ખીચની સમસ્યા લાંબા સમય સુધી થવા પર અથવા ક્યારેક ખાંસીની સાથે સફેદ કે હલ્કા લાલ ગળફા આવવા પર હાર્ટ ફેલિયરનો સંકેત હોઈ શકે છે. આવી પરિસ્થિતીમાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

હાર્ટ બિટ વધવી

જ્યારે હાર્ટ જોર જોરથી ધડકવાનું શરૂ કરી દે છે ત્યારે તેને હાર્ટ ફેલિયરનું એલર્ટ માનવું જોઈએ. તેને બિલકુલ ઈગ્નોર ન કરવું જોઈએ.

શ્વાસ લેવામાં મુશ્કેલી

શ્વાસ લેવા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ હાર્ટ ફેલિયરનું એક મોટુ લક્ષણ માનવામાં આવે છે. જ્યારે તમારૂ શરીર સારી રીતે એક્ટિવ નથી હોતું તો શ્વાસ લેવામાં મુશ્કેલી આવી શકે છે. તેને ગંભીરતાથી લેવું જોઈએ. નહીં તો સ્થિતિ બગડી શકે છે.

Leave a Comment