UGVCL દ્વારા Assistant Law Officer ની ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
કુલ જગ્યા
- 2 જગ્યા પર ભરતી બહાર પડી છે.
પોસ્ટનું નામ
- આસિસ્ટન્ટ લો ઓફિસરની પોસ્ટ પર ભરતી બહાર પડી છે.
લાયકાત શું જોઈએ?
- સરકાર દ્વારા માન્ય ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે વિશેષ LLB માં સંપૂર્ણ સમયનો નિયમિત અભ્યાસક્રમ અથવા પાંચ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ ધરાવતી યુનિવર્સિટીમાથી લો નો અભ્યાસ.
સ્કિલ શું જોઈએ?
- અંગ્રેજી ભાષા પર સારી કમાન્ડ, કૌશલ્ય અને કાયદાકીય જ્ઞાન ડ્રાફ્ટિંગ, કોર્ટ પ્રક્રિયાનું જ્ઞાન, બ્રીફિંગ અને અને સાથે સંપર્ક કમ્પ્યુટર કામગીરીનું જ્ઞાન.
ઉમર ધોરણ
- લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા: ૩૫ વર્ષ
- SC/ST/OBC (NCL)/ PWD ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ લાગુ પડે છે.
પગાર કેટલો મળશે?
- કંપનીના નિયમો મુજબ રૂ. 45400-101200નો મૂળ પગાર ઉપરાંત અન્ય ભથ્થાં મળવાપાત્ર રહેશે.
એપ્લિકેશન ફી
- UR અને SEBC ઉમેદવાર માટે રૂ.500.00 (GST સહિત)
- ST અને SC ઉમેદવાર માટે રૂ.250.00 (GST સહિત)
મહત્વની તારીખ
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16-11-2023
અરજી કઈ રીતે કરવી?
- આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે.
ઇમ્પોર્ટેંટ લિંક
- ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા : અહી ક્લિક કરો