પોતાના દેશમાં પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાઈલના પીએમ નેતન્યાહૂ ખળભળી ઉઠ્યાં છે અને તેમણે દુશ્મનોને મોટી સજા આપવાનું એલાન કર્યું છે. પીએમ નેતન્યાહૂએ હાલમાં જ જણાવ્યુ છે કે અમે હવે યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. આ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર જીવલેણ હુમલો કર્યો છે. વધુ જણાવતા કહ્યું હતું કે “મેં પહેલા ઘૂસણખોર આતંકવાદીઓની વસાહતોને સાફ કરવાનો આદેશ આપ્યો છે”. આ ઉપરાંત મોટા પાયે હથિયારો એકત્ર કરવા જણાવ્યું છે. આગળ ચેતવણી અને ધમકી આપતા કહ્યું હતું કે દુશ્મને એવી કિંમત ચૂકવવી પડશે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ ના હશે..
કોણ છે હમાસ?
હમાસ પેલેસ્ટાઈનનું આતંકી સંગઠન છે તે દેશ વતી ગુપ્તચરના કામો પણ કરી રહ્યું છે અને તે અવારનવાર ઈઝરાઈલ પર હુમલા કરતું આવી રહ્યું છે. જોકે ઈઝરાઈલ અને તેની આર્મી પણ પાછળ નથી.
પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસે ઈઝરાઈલ પર કરી હુમલાની શરુઆત
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે પેલેસ્ટાઈન આર્મ્સ ગ્રુપ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી અને નેતૃત્વ તેનું હોવાનું સ્વીકાર્યું હતું. હમાસે ગાઝા પટ્ટીથી લગભગ 20 મિનિટમાં 5,000 રોકેટ છોડ્યા હતા. તેમણે ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરીને કેટલાક લશ્કરી વાહનો પણ ઉઠાવી લીધા હતા. આ ઉપરાંત ઈઝરાયેલના પાંચ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ હુમલાઓમાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલના રક્ષામંત્રીનું મોટું નિવેદન
ઈઝરાયેલના રક્ષા મંત્રીએ નિવેદન આપતા જણાવ્યુ છે કે, આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કરી મોટી ભૂલ કરી છે. આ હુમલોનો જવાબ આપવા માટે ઈઝરાયેલ સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપરાંત તેણે દાવો કર્યો કે, ઈઝરાયેલ આ યુદ્ધ જીતશે. તેલ અવીવમાં ઇઝરાયેલના સૈન્ય મુખ્યાલયમાં કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ હુમલા કરીને મોટી ભૂલ કરી છે.
ઈઝરાઈલના PM ની જવાબી કાર્યવાહી
ઈઝરાયેલે પેલેસ્ટાઈનને પાઠ ભણાવવા માટે પોતાના ફાઈટર જેટને યુદ્ધના મેદાન પર ઉતાર્યા છે.ગાઝા પર હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે. ગાઝા પટ્ટીમાં અનેક જગ્યાએ હમાસના ઠેકાણાઓ પર ઇઝરાયેલી વાયુસેનાના ડઝનેક ફાઇટર જેટ હુમલો કરી રહ્યા છે. જ્યારે વિસ્તારને બોમ્બથી તબાહ કરી દેવાયો છે.