અત્યારે ઇનસ્ટાગ્રામમાં વાઇરલ રીલ ‘મોયે-મોયે’ નો સાચો મતલબ શું થાય?

છેલ્લા કેટલાક સપ્તાહથી સોશિયલ મીડિયા પર મોયે-મોયે વાયરલ થઈ રહ્યું છે. લગભગ તમામ લોકો આ ગીતના રંગે રંગાયેલા છે. શું તમને મોયે-મોયેનો અર્થ ખબર છે?

સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક વાયરલ થતું જ હોય છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સોશિયલ મીડિયા પર મોયે-મોયે વાયરલ થઈ રહ્યું છે. ઈન્સ્ટાગ્રામથી લઈને યૂટ્યૂબ શોર્ટ્સ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સોન્ગ પર રીલ બનાવવામાં આવી રહી છે. લગભગ તમામ લોકો આ ગીતના રંગે રંગાયેલા છે. શું તમને મોયે-મોયેનો અર્થ ખબર છે?

ટ્રેંડિંગ સોન્ગ મોયે-મોયેનું ઓરિજિનલ ટાઈટલ ડેજંનમ છે. સર્બિયાઈ સિંગર તેયા ડોરાએ આ ગીતને અવાજ આપ્યો છે. આ સોન્ગ 8 મહિના પહેલા રિલીઝ થયું હતું. સર્બિયાઈ સિંગર ડેજંનમ ગીતનો અર્થ ખરાબ સપનું થાય છે. ઓરિજિનલ સોન્ગમાં મોયે-મોયેની જગ્યાએ ‘મોજે મોર’ ગાવામાં આવ્યું છે, જે સર્બિયન ભાષાનો એક શબ્દ છે. આ ગીત 3 મિનિટનું છે અને યૂટ્યૂબ પર આ ગીતને 5 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીતનો અર્થ સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો ‘ખરાબ સપનું આવ્યા પછી પણ જીવન બાબતે આશા છોડવી ના જોઈએ.’

આ ગીતને સારી લોકપ્રિયતા મળતા સિંગર તેયા ડોરાએ થ્રેડ્સ પર વ્યૂઅર્સનો આભાર વ્યક્ત કર્યો છે કે, ‘ગીતની સરાહના કરવા બદલ ખૂબ ખૂબ આભાર. સર્બિયન ગીત સમગ્ર દુનિયામાં ફેલાઈ જતું જોવું તે ખૂબ જ સારી વાત છે.’

Leave a Comment