BMC Recruitment 2023 :જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફિમેલ હેલ્થ વર્કર સહિત વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી જાહેર.

BMC Recruitment 2023: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાંજ જુનિયર ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેકટર, ફીમેલ હેલ્થ વર્કર, ફાયરમેન,ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ઉકત જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં ઓજસ વેબસાઈટ દ્વારાં તા. ૧/૨/૨૦૨૩ થી ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓજસની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઑનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧/૦૨/૨૦૨૩ રાત્રીના ૨૩:૫૯ કલાક સુધીની છે.

જગ્યાનું નામ

ભાવનગર મહાનગપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ ૧૪૯ જગ્યાઓ માટેની વિવિધ ૨૦ પોસ્ટની માહિતી નીચે મુજબની છે.

  • જુનીયર ક્લાર્ક
  • સેનેટરી સબ ઇન્સ્પેકટર
  • હેડ ક્લાર્ક / ઇન્સ્પેકટર/ કમ્યુનિટી ઓર્ગેનાઈઝ ર
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)
  • ફિમેલ હેલ્થ વર્કર
  • લેબોરેટરી ટેકનીશિયન
  • ફાર્માસિસ્ટ
  • સ્ટાફ નર્સ
  • પીડિયાટ્રિશિયન
  • ગાયનેકોલોજીસ્ટ
  • તબીબી અધિકારી
  • જુનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટ
  • જુનિયર ઓપરેટર
  • ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
  • ફાયરમેન
  • સિનિયર ફાયરમેન
  • હાર્ડવેર અને નેટવર્કિંગ એન્જીનીયર
  • સ્ટેશન ફાયર ઓફિસર
  • આસિસ્ટન્ટ હાર્ડવેર અને નેટવર્કિંગ એન્જીનીયર
  • આસિસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ
BMC Recruitment 2023 Category wise post details
ભાવનગર મહાનરપાલિકાની વિવિધ સવર્ગની કેટેગરી મુજબ ભરતીની માહિતી

ઉપરોક્ત કુલ ૨૦ અલગ અલગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ભરવા પાત્ર કુલ જગ્યાઓ, બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ,માજી સૈનિક અને શારીરિક રીતે ખોડખાંપણ ધરાવતા વિદ્યાર્થીઓ માટે થતી ભરવા પાત્ર જગ્યાઓની માહિતી ઉપર મુજબના કોષ્ટકમાં આપેલ છે.

BMC ભરતી માટે મહત્વની તારીખો :-

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિવિઘ ૧૪૯ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ તા. ૦૧/૦૨૦૨૩ ના ૨ વાગ્યાથી તા. ૨૧/૦૨/૨૦૨૩ ના ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

નોંધ : નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

શૈક્ષણીક લાયકાત / પગાર ધોરણ / વય મર્યાદા

ભાવનગર મહાનગપાલિકા પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ ૨૦ પોસ્ટની કુલ ૧૪૯ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ પગાર ધોરણ દરેક પોસ્ટ માટે અલગ અલગ રહેશે. ઓજસની ઑફીસિયલ વેબસાઇટ પર જઈ તમે દરેક પોસ્ટની સામે આપેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી, શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, વય મર્યાદા જેવી માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો  ધોરણ 12 પાસ માટે BSF માં 1283 જગ્યાઓ માટે ભરતી

તાજેતરમાં ચાલી રહેલ અન્ય ભરતી :👉 Bsf Tradesman Recruitment 2023 આર્મીમાં વિવિધ ૧૪૦૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત.

અરજી કરવાની રીત :

  • ઇચ્છુક ઉમેદવારોએ સૌપ્રથમ ઓજસ ની ઓફોસિયલ વેબસાઈટ www.Ojas.gujarat.gov.in પર જવું
  • ત્યારબાદ ડાબી બાજુ કોર્નર પર આપેલ હોમ બટન પર ક્લિક કરી ઓનલાઇન એપ્લિકેશનમાં આપેલ એપ્લાય મેનુ પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કલીક કરવું
  • અહી તમને વિવિધ પોસ્ટ આપેલ હશે, તમે જે પોસ્ટ માટે એપ્લય કરવા માંગતા હોય તે પોસ્ટની સામે આપેલ એપલાય બટન પર ક્લિક કરી તમે ઑનલાઇન ફોર્મ ભરી શકો.
  • એપ્લાય બટનની બાજુમાં આપેલ ડીટેલ બટન પરથી તમે જે તે ભરતી વિશે સંપૂર્ણ માહિતી પણ મેળવી શકશો.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારોએ નિયત થયેલ ફી તા.૨૩/૦૩/૨૦૨૩, ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે.

ભરતીને લગત અન્ય માહિતી

આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરીટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે. ઉકત તમામ સંવર્ગની લેખિત પરિક્ષા એક જ સમયે એક જ તારીખે લેવાનાર છે જે ધ્યાને લેવું જરૂરી છે. સરકારશ્રી દ્વારા વખતોવખત જાહેર કરાયેલ નિયમો મુજબ એસસી, એસટી, એસબિસી,મહિલા,EWS,તેમજ વિકલાંગ લોકો માટેની જગ્યાઓનો કેટેગરી મુજબ સમાવેશ કરવામાં આવશે, તેમજ તેઓને ઉંમર, ફી વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે.ભરતીને લગતી અન્ય માહિતી માટે તમે BMCGUJARAT.COM પર જઈ માહિતી મેળવી શકશો.

ભાવનગર મહાનગપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ૧૪૯ જગ્યાઓ માટેની શોર્ટ નોટિફિકેશન નીચે આપેલ છે.

BMC Recruitment 2023 notification
ભાવનગર મહાનગપાલિકા ભરતી જાહેરાત ૨૦૨૩

2 thoughts on “BMC Recruitment 2023 :જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફિમેલ હેલ્થ વર્કર સહિત વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી જાહેર.”

Leave a Comment