આ શું ? જોતજોતામાં ગાજરને બનાવી દીધું વાજીંત્ર, આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો વિડિયો.

આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં તેમના ટ્વીટર એકાઉન્ટ પર ગાજરને ક્લેરનેટ(લાકડાનુ એક વાજીંત્ર)માં ફેરવનાર એક વ્યક્તિનો વીડિયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં જોત જોતામાં જ આ વ્યક્તિએ ગાજરને વાજીંત્રમાં ફેરવી દીધું હતું.

આ શું ? જોટેજોતામાં ગાજરને બનાવી દીધું વાજીંત્ર, આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો વિડિયો.

સોશિયલ મીડિયામાં રોજ લોકો પોત પોતાની કલા કારીગરી,અને ટેલેન્ટથી લોકોને પ્રભાવિત કરતા હોય છે. પોતાના અવનવા વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. આવો જ એક વિડિયો તાજેતરમાં આનંદ મહિન્દ્રાએ શેર કર્યો હતો. આનંદ મહિન્દ્રા એક ઉત્સુક ટ્વિટર વપરાશકર્તા છે જે તેમના અનુયાયીઓ સાથે તેઓ રસપ્રદ પોસ્ટ શેર કરવાની તક ક્યારેય ચૂકતા નથી. નવી ટેક્નોલોજી વિશે વાત કરવાથી લઈને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા સુધી, તેમનું ટ્વિટર ફીડ રસપ્રદ પોસ્ટ્સથી ભરેલું જ રહે છે. રવિવારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષે એક સંગીતકારનો એક વીડિયો શેર કર્યો જેણે ગાજરને ક્લેરનેટમાં ફેરવી અને તેની સાથે મધુર સંગીત વગાડ્યું. જેમાં એક રિયાલિટી શોમાં એક વ્યક્તિએ ગાજરમાંથી કલેરીનેટ બનાવી દીધું હતું.લગભગ ત્રણ મિનિટના વિડિયોમાં, સંગીતકારે શાકભાજીમાં કાણું પાડીને ગાજરને ક્લેરનેટમાં ફેરવ્યું.

રવિવારે બિઝનેસ ટાયકૂન દ્વારા શેર કરવામાં આવેલા લગભગ ત્રણ મિનિટના વિડિયોમાં, લિન્સે પોલાક તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયન સંગીતકારે એક રિયાલિટી ટેલેન્ટ શો માં પોતાની કરતબ દેખાડતા તેઓએ શાકભાજીમાં ડ્રીલ વડે છિદ્રો કરીને ગાજરને ક્લેરનેટમાં ફેરવ્યું. શરૂઆતમાં, તેણે ચોક્કસ છિદ્રો બનાવવા માટે ગાજરને ડ્રિલ કર્યું અને તેને તીક્ષ્ણ, નળાકાર આકારમાં ફેરવવા માટે તેની થોડી છાલ કાઢી. પછી તેણે તળિયે ફનલ ફીટ કરી અને ઉપર સેક્સોફોનનું માઉથપીસ ઉમેર્યું. આમ આ સમગ્ર સેટઅપ થઈ ગયા બાદ તેણે પ્રેક્ષકોને તેની રચના પ્રદર્શિત કરી અને ગાજર-કોતરેલું વાદ્ય વગાડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો પ્રેક્ષકોએ લાગ્યું કે કદાચ આ રમુજી હશે. અને કશું બનાવી શકશે નહી.પરંતુ ટુંક સમયમાં જ્યારે તેઓએ ગાજરમાંથી બનાવેલા આ વાજીંત્ર બનાવવાનું શરૂ કર્યું ત્યાં લોકો અચંબામાં મુકાય ગયા.અને પૂરું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટ સાથે સંગીતકારને વધાવી લીધો.

આ પણ વાંચો  આ છોકરીએ પગ વડે તીરંદાજી કરી સૌને ચોંકાવી દીધા , ટેલેન્ટ જોઈને તમ પણ કહેશો વાહ અદભુત.

ત્યારે આણંદ મહિન્દ્રા એ ટ્વીટ કરતા જણાવ્યું કે”મને આમાંથી સંદેશ મળ્યો છે? તમારી આસપાસની દરેક વસ્તુમાં સંગીત શોધો…#sundayvibes”, મહિન્દ્રાએ પોસ્ટને કૅપ્શન આપ્યું. પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ થતાંની સાથે જ તેને ૫ લાખથી વધુ વ્યૂઝ અને ૧૦ હજારથી વધુ લાઈક્સ સાથે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું. એક યુઝરે લખ્યું, “તમારી આસપાસની દરેક વસ્તુમાં સંગીત શોધો અને તમે જે કરો છો તેમાં ખુશી મેળવો.” “એક માસ્ટર કારીગર તેની પાસે જે પણ હોય તેની સાથે કામ કરી શકે છે. કેવું ઉત્તમ ઉદાહરણ છે સર”, અન્ય વપરાશકર્તાએ ટિપ્પણી કરી. ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, “દરેક વસ્તુમાં સંગીત શોધવું એ છુપાયેલા ખજાનાને શોધવા જેવું છે. તે વરસાદના ટીપાંના અવાજમાં, ફ્રિજના અવાજમાં, બિલાડીના ગડગડાટમાં અને બટાકાની ચિપના કરચમાં પણ છે. કોને પ્લેલિસ્ટની જરૂર હોય ત્યારે તમારી આંગળીના વેઢે જીવનનો સાઉન્ડટ્રેક છે?”

અન્ય વાયરલ વિડિયો જે તમને જોવા ગમશે.

આ છોકરીએ પગ વડે તીરંદાજી કરી સૌને ચોંકાવી દીધા , ટેલેન્ટ જોઈને તમ પણ કહેશો વાહ અદભુત.

નીચે આપેલ પ્લે બટન પર ક્લિક કરી તમે આ વિડીયો જોઈ શકો છો.

video Credit ( Anand Mahindra Twitter Account)