Hera Pheri 3: બોલિવૂડના આ ખ્યાતનામ એક્ટર પણ જોવા મળશે હેરાફેરી ફિલ્મમાં જુવો કોણ છે આ એક્ટર

Hera Pheri 3 : પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલશેટ્ટી અભિનીત hera pheri-૩ ફિલ્મનુ શૂટિંગ હવે નજીકના દિવસોમાં શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે આ ફિલ્મમાં એક નવા અભિનેતા સામેલ થવા જઈ રહ્યા છે.

Hera Pheri 3:  બોલિવૂડના આ ખ્યાતનામ એક્ટર પણ જોવા મળશે હેરાફેરી ફિલ્મમાં જુવો કોણ છે આ એક્ટર


હેરા ફેરી અને ફિર હેરાફેરી ની જ્વલંત સફળતા બાદ આ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ફિલ્મ મેકિંગમાં કોઈ કસર છોળવા માંગતા નથી. Hera pheri -3 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ રિલીઝ થયેલ હેરાફેરી ફિલ્મોમાં પરેશ રાવલ દ્વારા અભિનીત બાબુભાઈ નું પાત્ર તેમજ અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની કોમેડી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. હેરાફેરી ફિલ્મના ત્રીજા ભાગ માટે એવું જાણવા મળી રહ્યું હતું કે અક્ષય કુમારની જગ્યાએ ભૂલભૂલૈયા ફિલ્મની જેમ જ કાર્તિક આર્યનનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ સમય જતા અક્ષય કુમાર જ આ રોલ ભજવવાનું નક્કી થયું હતું. પરંતુ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આ ફિલ્મને કંઈક અલગ જ લેવલમાં લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે.

હેરાફેરી ફિલ્મમ સસ્પેન્સ અને કોમેડી ફિલ્મ છે. ત્યારે આ ફિલ્મના ત્રીજા ભાગમાં અભિનેતાની પસંદગી બાબતે પણ ઘણા બધા સસ્પેન્સ બહાર આવી રહ્યા છે. જી હા, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ બાદ આ ફિલ્મમાં સંજુ બાબા પણ આ ત્રિપુટી સાથે જોડાશે. મુન્ના ભાઈ એમ.બી.બી.એસ, લગે રહો મુન્નાભાઇ તેમજ વાસ્તવ અને બોલિવૂડના ખલનાયક તરીકે જાણીતા સંજય દત,અક્ષય કુમાર સુનીલ શેટ્ટી પરેશ રાવલ બાદ હેરાફેરી ફિલ્મમાં રોલ ભજવતા નજરે પડશે. ફિલ્મમાં સંજય દતનું નામ જાહેર થતાં જ આ ફિલ્મની રાહ જોઈને બેઠેલા ફેન્સમાં આ ફિલ્મને લઈને આતુરતાઓ ખુબજ વધી ગઈ છે.ગમે તેવું કિરદાર હોય સંજય દત તેને બખૂબી નિભાવી શકે છે.

સંજય દત્તની એન્ટ્રી

તાજેતરમાં જ મુંબઈના એક સ્ટોર લોન્ચિંગ પ્રસંગે તેઓએ સોશિયલ મીડિયાને આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું. જેનો વિડિયો તાજેતરમાં જ ટ્વિટર પર swetaakkian એ તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જ્યારે સંજય દત્ત ને તેમની એન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું કે, હેરાફેરી ફિલ્મના ફ્રેન્સ આ ફિલ્મની ખૂબ જ લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થયા બાદ લોકોમાં આતુરતાઓ વધી ગઈ છે, આવા સમયે જ્યારે ફિલ્મમાં તમારું નામ જોડવામાં આવ્યું ત્યારે તમને કેવું લાગ્યું. જવાબમાં સંજય દત્ત એ જણાવતા કહ્યું કે ફિરોજ અને તે ખૂબ જ જૂના મિત્રો છે.તેમને પરેશ રાવલ સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર સાથે કામ કરવાની પણ ખૂબ જ મજા આવશે.
વિડીયો પરથી એ વાત નિશ્ચિત થઈ ગઈ છે કે હેરાફેરી 3 ફિલ્મમાં અક્ષય કુમાર પરેશ રાવલ સુનીલ શેટ્ટી સાથે સંજય દત્ત પણ આ ફિલ્મમાં દર્શકોને હસાવવાનો પૂરતો પ્રયાસ કરશે.

આ પણ વાંચો  TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને મળ્યો નવો ટપુ, દેખાવ માં છે ખુબજ સ્ટાઇલિશ

વિડિયો વાયરલ થવાના કારણે રાતોરાત સ્ટાર્સ બનેલા આ દિગ્ગજો, આજે ક્યા છે કોઈને ખબર પણ નથી, જુવો હાલમાં શું કરે છે તેઓ

ફિલ્મનું શૂટિંગ

હેરાફેરી થ્રી ફિલ્મનું શૂટિંગ અબુધાબી દુબઈ તેમજ લોસ એન્જેલસ જેવા મોટા શહેરોમાં કરવામાં આવશે. કારણકે એવું જણાઈ રહ્યું છે કે આ ફિલ્મના પાત્રો વૈશ્વિક સ્તરે હેરાફેરી કરવા જઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મ હેરાફેરીનું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તબ્બુ અને ઓમપુરી પણ હતા. આ ફિલ્મ પણ 1989 માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ રામજી રાવનેની રીમેક છે.છ વર્ષ બાદ નીરજ ચોપરાએ ફિર હેરાફેરી ફિલ્મનો બીજો ભાગ લખ્યો અને તેને દિગ્દર્શિત કરી આ ફિલ્મમાં રિમિ સે, બિપાશા બસુ,સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને અક્ષય કુમાર,તેમજ રાજપાલ યાદવ અને જોની લીવર નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ 16 વર્ષના અંતરાલ બાદ ફરીથી હેરાફેરી ત્રણ નું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. ત્યારે એક વાત તો નિશ્ચિત છે કે આ ફિલ્મનો ક્રેઝ અત્યારથી જ માર્કેટમાં ખૂબ જ છે. અને ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ખૂબ જ સારો કમાલ કરશે તેવી ધારણાઓ અત્યારથી સવાઈ રહી છે