આ પોસ્ટમાં આપણે ઈન્ટરનેટની દુનિયામાં પોતાની અલગ અલગ કલાઓ અને આવડતથી રાતોરાત ફેમસ થયેલ કલાકારો વિશે વાત કરવાના છે, જેનો આજે સોશિયલ મીડિયામાં ક્યાંય અતોપતો નથી .
યુટયુબ,ઈન્સ્ટાગ્રામ રિલ્સ, કે પછી ટિકટોક, શોર્ટ્સ વિડિયો એ લોકોને રિલ્સનું એવુ તો ઘેલું લગાડી દીધું કે આજે હર કોઈ ગલી મહોલ્લામાં લોકો રિલ્સ બનાવતા નજરે પડે છે. તો ઘણા બધા રિલ્સ મેકરને ઇન્ટરનેટે રાતોરાત સ્ટાર બનાવી દીધા છે.ઘણા બધા સ્ટાર્સ આજે પણ હિટ છે તો કેટલીક હસ્તીઓ લાઈમલાઈટથી જ દૂર છે.કેટલાકને ખ્યાતિ મળી, તો કેટલાક ખ્યાતિ સંભાળી શક્યા નહીં. જાણો સોશિયલ મીડિયાના તે સેન્સેશનલ સ્ટાર્સ વિશે, જેઓ એક સમયે હિટ હતા, પરંતુ આજે તેમના વિશે કોઈ ચર્ચા કરવા પણ તૈયાર નથી.
આ લિસ્ટમાં પ્રથમ નંબર પર છે. પ્રિયા પ્રકાશ વોરિયર
૧) પ્રિયા પ્રકાશ વોરિયર
આ નામ લગભગ દરેકે સાંભળ્યું હશે.અને જો ના સાંભળ્યું હોય તો પ્રિયા પ્રકાશની મુસ્કાન તો યાદ જ હશે ને.૮-૯ વર્ષ પહેલાં ટિકટોક કે ઈન્સ્ટાગ્રામ રિલ્સની જ્યારે શરૂઆત થઈ ન હતી ત્યારે સમગ્ર ઇન્ટરનેટ પર પ્રિયા પ્રકાશે ઘેલું લગાડયું હતું. 2019માં અચાનક આંખો મીંચીને વાયરલ થયેલી પ્રિયા પ્રકાશ વોરિયર એક સમયે ચર્ચામાં હતી. તેના સ્મિત અને આંખ મારવાનાં સિન પાછળ દુનિયા પાગલ હતી.
ફિલ્મ ઓરુ ઉદાર લવના ગીતની 10 સેકન્ડની ક્લિપએ પ્રિયાને ઇન્ટરનેટ સેન્સેશનલ બનાવી દીધી હતી. તો આ રિલ્સ સાથે અનેક રમુજી રિલ્સ પણ બની હતી. વાયરલ થયા બાદ પ્રિયાને ઘણા ફિલ્મ પ્રોજેક્ટ મળ્યા. પરંતુ તેઓ પોતાની ખાસી ઓળખ બનાવી શક્યા નથી. હાલ તે સાઉથની ફિલ્મોમાં દેખાય છે. પરંતુ તેમાં પણ તે ખાસ સ્થાન હાંસલ કરી શક્યા નથી.
રાનું મંડલ
વર્ષ 2019માં રેલ્વે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત “ઇક પ્યારકા નગમાં હૈ” ગાઈને રાતો રાત ફેમસ થયેલ રાનું માંડલ એ સ્ટાર્સ છે જે સફળતા પચાવી શક્યા નહિ, અને આજે એક બતર જિંદગી જીવી રહી છે. કોઈએ રાનુ મોંડલને ગીત ગાતો વિડિયો સોસિયલ મીડિયામાં અપલોડ કર્યો અને પછી છું બાકીનુ કામ તો લોકો કરી જ દે છે.
ફેમસ થયા બાદ રાંનુ મંડલને હિમેશ રેશમિયાએ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને તેની તેરી મેરી તેરી મેરી ગીત ગવડાવ્યું જે ખુબજ લોકપ્રિય રહ્યું.અને હાલ આ ગીત યુટયુબ પર ૧૮ કરોડથી વધારે લોકો સાંભળી ચૂક્યા છે.
પરંતુ ત્યારબાદ રાનુ મંડલ પર ઘમંડનું ભૂત સવાર થયું. અને આજે કોઇ રાંનું મંડલને સિરિયસતાથી નથી લેતું. હદ તો ત્યારે થઈ જ્યારે એક મીડિયા રિપોર્ટર તેના ઘરે જઈને જોયું તો તે મીણબત્તી પર ચા બનાવી રહ્યા હતા. તેથી જ તો કહેવામાં આવ્યું છે કે સફળતા અને પૈસો જે પચાવી શકે તેમને જ મળે છે.
બચપન કા પ્યાર ફેમ સહદેવ
પ્રેમનું ગીત ગાઈને ફેમસ બનેલો આ નાનો સ્ટાર રાતોરાત વાયરલ થઈ ગયો. એક સમય એવો હતો કે ઈન્સ્ટાગ્રામ યુટયુબ અને ટિક ટોક પર માત્ર આ ગીત જ સાંભળવા મળતું.
ફક્ત મનોરંજન અને રમૂજ માટે મૂકવામાં આવેલ આ ગીતે સહદેવને રાતો રાત સ્ટાર્સ બનાવી દીધો. ઓછામાં પૂરું બાદશાહે સહદેવને તેમની સાથે ગીત ગાવાનો મોકો આપ્યો. બાદશાહ સાથેના આગીત ને યુટયુબ પર ૪૮ કરોડથી વધારે લોકો નિહાળી ચૂક્યા છે.
વાઈરલ બોય સહદેવ બસપન કા પ્યાર ગીત ગાયા પછી વધુ કંઈ કરી શક્યો નહીં. તેઓ ઇન્સ્ટા પર રીલ વીડિયો મૂકતા રહે છે. હાલ તેમની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ પણ પહેલા જેટલા ફેમસ તેઓ રહ્યા નથી.
આ વીડિયો પણ તમને જોવા ગમશે
આ શું ? જોતજોતામાં ગાજરને બનાવી દીધું વાજીંત્ર, આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો વિડિયો.
Viral video: આનંદ મહિન્દ્રાએ મહિલાનો પેકિંગ અને ફોલ્ડિંગનો વિડિયો શેર કર્યો, લાખો લોકોએ આ ટ્રિકસ જોઈ.
ભુવન બંધ્યાકર
પશ્ચિમ બંગાળની સડકો પર મગફળી વેચીને ગુજરાન ચલાવી પોતાના ઘરનું ભરણ પોષણ ચલાવનાર ભુવન બંધ્યાકાર એટલા તો ફેમસ થયા કે તેમના ગીત બચપન કા પ્યારે સમગ્ર વિશ્વ માટે ભાષાના તમામ બંધન તોળી નાખ્યા. તેમની મગફળી વેચવાની સ્ટાઈલ કઈક અલગ જ હતી.
આ ગીત ગાઈને તેઓતો ફેમસ થયા સાથે સાથે તેમને ઘણા કલાકારોને પણ સિધ્ધિઓ આપાવી જેમકે અંજલિ અરોરા. ત્યારબાદ તેમનું ગીત રેકોર્ડ કરીને પબ્લિશ પણ કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ જ્યારે મીડિયા સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે તેમને તો આ ગીત પરથી માત્ર થોડીક રાશિ જ પ્રાપ્ત થઈ અને ત્યારબાદથી કૉપિરાઇટની ચક્કરમાં હાલ તેમની લાઇફ પસાર થઈ રહી છે.
અંજલિ અરોરા
કાચા બદામ ફેમ ભુવન બંધ્યાકરે ગાયેલ ગીત પર ઠુમકા લગાવી અંજલિ અરોરા રાતો રાત ફેમસ થઈ ગઈ.તેમની રિલ્સને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકોએ લાઈક કરી. જે બાદ તે કંગના રનોટના શો લોકઅપમાં પણ જોવા મળી હતી. હાલ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા Followars છે. અને તે તેમનાં ફેન્સ સાથે રિલસ બનાવી હમેશા અપડેટ્સ રહે છે.
મેરા દિલ યે પુકારે આજા ફેમ આયેશા
સાદો અને સોબર ખૂલતો ડ્રેસ પહેરીને મેરા દિલ યે પુકારે આજા ગીત પર લગ્નમાં ઠુમકા લાગવનાર આયેશાને સપને પણ ખબર નહિ હોય કે જે ગીત પર તેમણ ઠુમકા લગાવ્યા તે હૂક અપ સ્ટેપ્સ પરથી તે રાતો રાત ઇન્ટરનેટ સેંશેશન બની જશે.
આ ગીત એટલું તો વાયરલ થયું કે આયેશના હુકપ સ્ટેપ્સ પર મોટા મોટા સેલેબ્સ પણ ડાન્સ કરતા હતા. પરતું ઍક રિલ્સ્થી ફેમસ થયેલા ઘણા ખરા સેલેબ્સને ફરીથી જમીન પર આવતા જોયા છે.આયેશા તેમાંની એક છે.આયેશા આ ગીત બાદ ઘણી ખરી રિલા બનાવી પણ ત્યારબાદ તેનો એક પણ વિડિયો વાયરલ થયો નહિ.
વાચક મિત્રો, આ હતા એ સ્ટાર્સ જે રાતો રાત ફેમસ થયા તમને આ ઉપરના માંથી સૌથી વધારે કોની રિલ્સ ગમી ? કમેન્ટ બોકસમાં જરૂરથી જણાવો.