પછતર કા છોરા : રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ તાજેતરમા જ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ પછહતર કા છોરા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીનેં તેમની ફિલ્મી દુનિયામાં (પ્રોડક્શન લાઈનમાં ) પ્રથમ ડગલું ભર્યું .

તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની ફિલ્મી દુનિયાની પ્રથમ ફિલ્મ પછતર કા છોરાનું પોસ્ટર રિલીઝ કરીને આ ફિલ્મના સ્ટાર કાસ્ટ, રાઇટર,ડાયરેક્ટર,પ્રોડ્યુસર વિશે માહિતી શેર કરી હતી. કેપશનમાં લખેલા પ્રોડ્યુસરના નામોમાં રવિન્દ્ર જાડેજા અને રીવાબા બંનેના નામનો સમાવેશ હતો.જે પરથી જણાઈ રહ્યું છે કે રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાનું ફિલ્મી લાઈનમાં આ પ્રથમ ડગલું છે.
Pachhatar ka chhora Starcast
Pachhatar ka chhora ફિલ્મના સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં જાણીતા ચહેરા સંજય મિશ્રા, નીના ગુપ્તા,ગુલશન ગ્રોવર અને રણદીપ હુડા જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી વિશે હાલ કોઈ ન્યુઝ નથી પરંતુ એમ એસ ધોની બાદ, રવિન્દ્ર જાડેજા ઇન ડાયરેક્ટ રીતે ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યા છે તે વાત નિશ્ચિત છે.

ફિલ્મનું નામ | Pachhatar ka chhora ( પછહતર કા છોરા) |
સ્ટાર કાસ્ટ | રણદીપ હુડા,નીના ગુપ્તા,સંજય મિશ્રા,ગુલશન ગ્રોવર |
ડાયરેકટર | ગીલાતર જયંત, |
પ્રસ્તુત | પનોરમાં સ્ટુડિયો,કુમાર મંગત પાઠક, છાંતવાની મુરલી, |
પ્રોડ્યુસર | જે.જે.ક્રીએશન, શિવમ સિનેમા વિઝન, રીવાં રિવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજા, |
કો પ્રોડ્યુસર | રચયિતા ફિલ્મ |
સ્ટોરી રાઈટર | આશિષ શર્મા, અર્ચના ટાઇડે |
બજેટ | – |
રીલિઝ તારીખ | – |
Post Created | Gkjob.in |
રીવાબા જાડેજા
પછહ્તર કા છોરા ફિલ્મને રવિન્દ્ર જાડેજા અને રીવાબા સયુંકત રીતે પ્રોડયુસ કરવા જઈ રહ્યા છે. મૂળ રાજકોટના વતની એવા રીવાબા જાડેજા એ રવીન્દ્ર જાડેજાના ધર્મ પત્ની છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ હાલ તેઓ જામનગર સીટ પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય છે.રિવાંબા ને આ ચુંટણીમાં જીતાડવા માટે રવિન્દ્ર જાડેજા પણ મેદાનમાં પ્રચાર પ્રસાર માટે ઉતર્યા હતા. સ્પષ્ટ વક્તા અને ખુબજ મધુર વાણી ધરાવતા રીવાબા જાડેજા સોશિયલ મીડિયામાં પણ ખુબજ એક્ટિવ રહે છે.

Hera Pheri 3: બોલિવૂડના આ ખ્યાતનામ એક્ટર પણ જોવા મળશે હેરાફેરી ફિલ્મમાં જુવો કોણ છે આ એક્ટર
રવીન્દ્ર જાડેજા
ક્રિકેટની દુનિયામાં રવિન્દ્ર જાડેજા વગર ટીમ જ અધૂરી ગણાય. તેઓ માત્ર ભારતના જ નહિ વિશ્વના પ્રથમ નંબરના ઓલ રાઉન્ડર છે.બોલિંગ,ફિલ્ડિંગ,કે બેટિંગ અને પછી ગમેતે ફોર્મેટ હોય જડુ તેમાં પોતાનો જલવો દેખાડીને જ રહે છે.તેઓએ એકલા હાથે ઘણા મેચ પલટાવી નાખ્યા નાં દાખલા છે. મજાની વાત એ છે કે આ યંગ કપલ હવે મહેન્દ્ર સિંહ ધોનીની જેમ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે.
હાલ રવિન્દ્ર જાડેજાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી શેર કરી તે મુજબ તેઓ માત્ર ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે તેવું જણાઈ રહ્યું છે.