અંબાલાલ પટેલની આગાહી: બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી પડશે વરસાદ, આ જિલ્લાઓ થઈ જાય ઍલર્ટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈ મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાશે અને અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થશે. આ સાથે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને તે કારણે 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. મહત્વનું છે કે, રાજ્યના હવામાન વિભાગે પણ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાવાની સાથે અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. જેથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે 14, 15, 16 તારીખ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતારણ જોવા મળશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7 ડિસેમ્બર સુધી કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા કમોસમી વરસાદની સંભાવના છે. આ તરફ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ તરફ હવામાન વિભાગે પણ તાજેતરમાં માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

આગામી દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે

અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્કયુલેશન નોર્થ-ઈસ્ટ અરબ સાગરમાં સક્રિય થતા વરસાદનાં કારણે સાઉથ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ હાલ વરસાદનાં કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. તેમજ ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો ઘટી શકે છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ સાથે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય. 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે. આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.

આ પણ વાંચો  ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર, આ બે તારીખોમાં ભારે વરસાદની સંભાવના, સાયક્લોનિક અને ટ્રફ સક્રિય, જુઓ ક્યાં પડશે વરસાદ

3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર ર્ડા. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવનાં નથી.  પરંતું એકાદ જીલ્લા જેમ કે, દાહોદ,  પંચમહાલ,  ખેડામાં આજે વરસાદ થઈ શકે છે. જ્યારે કાલે દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. વાવાઝોડા સાથે વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  24 કલાક માટે દાહોદ,  પંચમહાલ, ખેડામાં વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગે પણ કરી છે આગાહી

રાજ્યમાં માવઠા બાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આજે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની અસર જોવા મળશે. હવામાન વિભાગે આજથી રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી તો અનેક છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

Leave a Comment