H3N2 Virus : આ લક્ષણો જણાય તો સાવધ રહો, વાઇરસથી બચવા માટે આ ઉપાયો ખાસ જાણીલો

H3N2 Virus: H3N2 virus symptoms |H3N2 virus Incubation Period | H3N2 virus Prevention

કોરોના વાઇરસના કહર બાદ હાલ સમગ્ર દેશમાં H3N2 વાયરસથી સંક્રમિત દર્દીઓનું પ્રમાણ એકાએક વધી રહ્યું છે.હરિયાણા અને કર્ણાટકમાં h3n2 વાઇરસથી બે વ્યક્તિઓના નિધન થયા બાદ હવે ડોકટરો પણ ટેસ્ટ કરાવવા માટે સૂચવી રહ્યા છે. સામાન્ય શરદી અને તાવ જેવા લક્ષણો ધરાવતો h3n2 ને ટેસ્ટ કર્યા સિવાય ઓળખી શકાતો નથી.સરકાર તરફથી પણ આ ઇન્ફેક્શનના નિયંત્રણ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોની સંભાળ રાખવા અને કોવિડના નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવેલ છે.આ વાઇરસના લક્ષણો, તેમની સારવાર, અને તેનાથી બચવાના ઉપાયો જાણવા જરૂરી છે. જેની આ પોસ્ટમાં વિગતે ચર્ચા કરીશું

H3N2 virus symptoms & Prevention

H3N2 Influenza (Symptoms) વાઇરસના લક્ષણો

H3N2 વાઇરસથી સંક્રમિત દર્દીમાં સામાન્ય લક્ષણોમાં શરદી, ઉધરસ અને તાવ જેવા મળે છે. આ લક્ષણોની સાથે સાથે ઉલટી અને શરીરમાં દુખાવો પણ થાય છે. આ વાઇરસના લક્ષણો ધરાવતા દર્દીઓમાં ક્યારેક ઓક્સિજનનું લેવલ પણ ઘટી જાય છે અને માસ પેશીઓમાં પણ ખૂબ જ દુખાવો થાય છે.કોઈપણ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય તો તેણે H3N2 નો ટેસ્ટ કરાવવો જરૂરી છે. સામાન્યત h3n2 influenza virus આંખ,નાક અને મોઢા દ્વારા ફેલાય છે.

H3N2 Virus Test

H3N2 વાઇરસના લક્ષણો સામાન્ય તાવ અને શરદી જેવા હોય છે.જેથી તેમના લક્ષણો પારખવા માટે H3N2 virus test જરૂરી બને છે, જે કોરોના વાઇરસ ટેસ્ટ જેવી જ હોય છે, જેમાં RT PCR ટેસ્ટની જેમ નાક અને મોઢા દ્વારા વિવિધ સેમ્પલ લેવામા આવે છે અને થોડાજ કલાકોમાં આ રિપોર્ટ તૈયાર થઈ જાય છે.H3N2 વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવે તો ગભરાવાની જરૂર નથી કોવિડ ગાઇડલાઈનનું પાલન કરવું અને શક્ય હોય ત્યાં સુધી અન્ય વ્યક્તિઓના સંપર્કમાં ના આવવું. ડોક્ટર્સ આ કિસ્સામાં એન્ટી વાઇરલ દવાઓથી ટ્રીટમેન્ટ કરશે.

આ પણ વાંચો  મેટાબોલિઝમ વધારવા માટે આ 4 મસાલાનું સેવન કરો, વજન ઘટાડવામાં મદદ કરશે

H3N2 વાયરસ Incubation Period

H3N2 વાયરસના Incubation Period ની વાત કરીએ તો કોરોના વાઈરસની સરખામણીમાં આ વાઇરસનો Incubation Period ૧ થી ૪ દિવસનો હોય છે.

H3N2 વાયરસથી બચવા માટેના ઉપાયો

હાલ સમગ્ર ભારતમાં મોસમમાં પરિવર્તનને કારણે H3N2 વાયરસનો ઝડપી ફેલાવો થઈ રહ્યો છે. આવા સમયે આ વાયરસથી બચવા માટે વિવિધ ઘરગથ્થુ ઉપાયો આ વાયરસના સંક્રમણને ફેલાતા રોકવા અને તમને સંક્રમિત થતાં અટકાવવામાં જરૂર ફાયદા કારક થશે.

આદુ :

આદુ સામાન્ય દરેક ઘરમાં જોવા મળે છે.તે કફ નાશક છે.શરીરમાં રહેલો કફ તોડી ફેફસા સાફ રાખવામાં તે ખુબજ ઉપયોગી છે.સામાન્ય આહાર સાથે થોડી માત્રામાં આદુ લેવું હિતાવહ છે.

તુલસી

તુલસીને આયુર્વેદમાં માતા તુલ્ય માનવામાં આવી છે.તેમાં રહેલ એન્ટી વાઇરલ,એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોને કારણે તેનો ઉકાળો પીવાથી તે શરદી ઉધરસ અને તાવમાં ફાયદો કરે છે, અને શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

તજ

તજ ના સેવનથી તાવ,ઉલટી,પેટની ચુંક અને આફરો મટે છે.ઉપરાંત તજ અને મધ જૂની શરદી મટાડવામાં પણ ખુબજ ઉપયોગી છે. તજ ને તુલસી સાથે ઉકાળામાં થોડી માત્રામાં લઈ શકાય

હળદર

હળદરને દૂધ સાથે પીવાથી તે કફ થવા નથી દેતું અને કફને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. હળદરમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફલામેન્ટરી ગુણોને કારણે તે શરીરને વિવિધ રોગો સામે લડવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદો કરે છે.

ફણગાવેલ મગ

રોજ સવારે ફણગાવેલા મગ કે મગનું પાણી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.તે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ફણગાવેલા મગમાં પ્રોટીન,ફાઇબર, મેગ્નેશિયમ, વિટામિન સી, અને વિટામિન ઈ પણ પ્રચુર માત્રામાં હોય છે. જે શરીરને ઊર્જા પૂરી પાડી રોગો સામે લડવા માટે તાકાત પૂરી પાડે છે.

આ પણ વાંચો  શું તમે પણ શિયાળામાં ઓછું પાણી પીઓ છો ? તો જાણી લેજો આ ખાસ વાત, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે આ અદભુત ફાયદાઓ, જાણો આ ૧૧ ફાયદાઓ વિશે

મેથી

મેથીના દાણામાં Antioxidants ની હાજરીને કારણે તે તાવ અને શરદીમાં ખુબજ ઉપયોગી છે.તે વાયુને શાંત કરનાર અને શરીરના દુખાવા અને કળતરમાં ખુબજ અસરકારક છે.મેથી પલાળીને અથવા તેનું શાક કરીને પણ લઈ શકાય.

લવિંગ

લવિંગ ભૂખ જગાડનાર, પેટ અને ગેસ સંબંધિત તકલીફો દુર કરનાર અને ઉલટી માં ખુબજ ફાયદાકારક છે.દિવસ દરમ્યાન ૧ થી ૨ લવિંગ ચૂસવાથી શરદી,ઉધરસ અને ગળાની તકલીફમાં આરામ મળે છે. આ ઉપરાંત લવિંગ ખાવાથી તાવ અને તાવથી થતા થાકમાં ફાયદો કરે છે.

ઉપરોક્ત તમામ ઔષધિઓ ઘરગથું ઉપયોગમાં લેવામાં આવે છે.જેને માત્ર થોડી માત્રામાં જ ઉપયોગ કરવો હિતાવહ છે. આ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ સૂચનોનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી