tallest temple of the world : ગુજરાતના અમદાવાદ જિલ્લાના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુરમાં જગત જનનીમાં ઉમિયા માતાજીનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર આકાર લઇ રહ્યું છે.આ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ તે વિશ્વના સૌથી ઊંચા મંદિર તરીકેનો રેકોર્ડ પોતાના નામે કરશે.
ગુજરાત તેમની કલાત્મકતાઓ અને સ્થાપત્ય ને કારણે અવારનવાર ચર્ચામાં હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાત વિશ્વ ફલક પર ચમકવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ વિશ્વનું સૌથી ઊંચું મંદિર પણ હવે ગુજરાતમાં જ બનશે.
નિર્માણાધિન સ્થળ અને ઊંચાઈ
અમદાવાદ જિલ્લાના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ જાસપુરમાં તૈયાર થઈ રહેલું માં ઉમિયાજીનાં મંદિરનું ગર્ભ ગૃહ તૈયાર થતાં જ લોકોમાં આ મંદિર વિશે ઉત્સુકતાઓ વધી ગઈ છે. જગતજનનીમાં ઉમિયાજીના મંદિરની ઊંચાઈની વાત કરીએ તો આ મંદિરની ઊંચાઈ 431 ફૂટ જેટલી હશે. વર્ષ 2020 માં માનનીય વડાપ્રધાનશ્રીએ વિશ્વ ઉમિયાધામ મદિરના કોમ્પ્લેક્સનો પાયો નાખ્યો હતો . આ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થતાં અંદાજિત 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
મંદિરની ખાસિયતો
આ મંદિરની ખાસિયતોની વાત કરીએ તો સમાજનો કોઈપણ વ્યક્તિ આ મંદિર સાથે જોડાઈ શકે છે. આ મંદિરમાં તમે 11 લાખ રૂપિયાનું દાન આપીને તમારા નામનો પીલર પણ બનાવી શકો છો. અત્યાર સુધીમાં 401 થી વધારે દાતાઓએ પોતાના નામના પીલર બનાવવા માટે આગળ આવ્યા છે.
આ મંદિરની અન્ય ખાસિયતોની વાત કરીએ તો જગત જનની માં ઉમિયા માતાજીના મંદિરમાં કુલ મળીને 1440 જેટલા પીલરો તૈયાર કરવામાં આવશે. આ દરેક પિલર પર ૧૦ થી ૧૧ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરાશે. સમાજનો કોઈપણ વ્યક્તિ આ પિલર બનાવવા માટે પોતે દાતા થઈ શકશે અને તેના માટે જ હું પણ પાયાનો પીલર જેવી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદમાં આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપરમાં બની રહેલું માં ઉમિયા માતાજીનું મંદિર લગભગ 100 વીઘા જેટલી જમીનમાં તૈયાર થશે. મંદિરનું નિર્માણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે. આ મંદિરની કુલ ઊંચાઈ 431 ફૂટ જેટલી રાખવામાં આવશે જેમાં 52 ફુટ ની ઊંચાઈ પર ઉમિયા માતાજી બિરાજમાન થશે. આ મંદિરમાં કુલ ત્રણ વ્યૂ ગેલેરી મૂકવામાં આવશે પ્રથમ ગેલેરી 82 મીટર પર બીજી 92 મીટર પર અને ત્રીજી 110 મીટર પર રાખવામાં આવશે. ઉમિયાધામ મંદિરના પ્રાંગણમાં બીજા નંબરનું સૌથી મોટું ટ્રી મ્યુઝીયમ બનાવવામાં આવશે જેમાં લુપ્ત થવાને આરે એવા 3000 વૃક્ષોનું જતન કરવામાં આવશે.આ મંદરીના નિર્માણ માટે મહેસાણાના નારણભાઇ પટેલ અને મંગળ પટેલે 51 કરોડ રૂપિયાની માતબર રકમ દાનમાં આપી છે.
મંદિરની ડિઝાઇન
આ મંદિરની ડિઝાઇન ભારત અને જર્મનીના આર્કિટેકટ્રો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલ છે.માતાજીના મંદિરની વ્યુ ગેલેરી 82 અને 90 મીટર જેટલી ઊંચી રાખવામાં આવશે જેનાથી આસપાસના વિસ્તારનો નયનરમ્ય નજારો જોઈ શકાશે .આ મંદિરના ગર્ભ ગૃહને ભારતીય શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ડિઝાઇન કરવામાં આવશે.
ગર્ભગૃહ
ઉમિયા માતાજીના મંદિરનો ગર્ભ ગૃહ 52 ફૂટ જેટલો ઊંચો બનાવવામાં આવેલ છે અને તેના પર મા ઉમિયાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. માતાજીની પ્રતિમાની સાથે સાથે મહાદેવના પારાનું શિવલિંગ પણ અહીં સ્થાપિત કરવામાં આવશે.
આ પોસ્ટ પણ તમને વાંચવી ગમશે.
- જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી
- દુનિયાનું એક એવું રહસ્યમય સ્થળ કે જ્યાંથી નીકળતા જ મોટાભાગના વહાણ ,વિમાન કે માણસો થઈ જાય છે ગાયબ! જાણો આ સ્થળ વિશેની રહસ્યમય વાતો.
સામાજિક સશકિતકરણ અભિયાન
આ મંદિરના શીલાન્યાસ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જાસપુર ખાતેના માતા ઉમિયાજીના મંદિરના પ્રાંગણમાં વિવિધ હેલ્થ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર કોમ્પ્લેક્સ, છાત્રાલયો,સામાજિક સંગઠન ભવન,મેડિકલ કેર યુનિટ તેમજ સ્કીલ યુનિવર્સિટી, કેરિયર ડેવલોપમેન્ટ મહેસુલી માર્ગદર્શન, કાનૂની સલાહ કેન્દ્ર , સમાધાન પંચ ભોજન શાળાઓ, લગ્ન કેન્દ્ર તેમજ ત્યકતા બહેનો માટે રોજગાર કેન્દ્ર જેવા યુનિટો પણ આકાર પામશે.