ACB ગુજરાતમાં નીકળી વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવા ક્લિક કરો: પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ના કેસો લડવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતે 11 માસના કરારના ધોરણે કુલ 8 એડ્વાઇઝરોની જગ્યાઓ ભરવા સારું અરજી આવકાર્ય છે.
ACB ગુજરાતમાં તાજેતરમાં જ 8 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં એડ્વાઇઝરો ની જગ્યાઓ ભરવા માટે ACB ગુજરાતે શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતીમાં તમે 06 જુલાઇ સુધી અરજી મોકલી શકો છો. લાયકાત, ઉમર ધોરણ, પગાર, પસંદગી કેવી રીતે થશે, અરજી કેવી રીતે કરવી, અરજી ફી કેટલી રહેશે, અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ આ ભરતીની તમામ માહિતી માટે અમારી સાથે પોસ્ટના અંત સુધી બન્યા રહો.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?
- કુલ 8 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
કઈ કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?
- કાયદા સલાહકાર (અમદાવાદ, વડોદરા, ભુજ) : 03 જગ્યાઓ
- ફાયનાન્સ/ તેક્ષેશન એડ્વાઇઝર (અમદાવાદ) : 02 જગ્યાઓ
- રેવન્યુ એડ્વાઇઝર (અમદાવાદ) : 01 જગ્યા
- ફોરેન્સિક એડ્વાઇઝર (અમદાવાદ) : 01 જગ્યા
- ટેકનિકલ એડ્વાઇઝર (અમદાવાદ) : 01 જગ્યા
આ ભરતીમાં પણ ફોર્મ ભરો >>> આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી, 19 જૂન પહેલા અરજી કરો
માસિક વેતન કેટલું મળશે?
જો માસિક વેતન એટલે કે પગારની વાત કરવામાં આવે તો…
- કાયદા સલાહકાર : રૂ. 40,000/-
- ફાયનાન્સ/ તેક્ષેશન એડ્વાઇઝર: રૂ. 40,000/-
- રેવન્યુ એડ્વાઇઝર : રૂ. 40,000/-
- ફોરેન્સિક એડ્વાઇઝર: રૂ. 40,000/-
- ટેકનિકલ એડ્વાઇઝર: રૂ. 50,000/-
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
અરજી કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?
- ACB ગુજરાતમાં અરજી કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરુર નથી, અરજી સંપૂર્ણપણે મફત છે.
અરજી કેવી રીતે કરવી?
નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નંબર 17, દફનાળા, શાહીબાગ, અમદાવાદને તારીખ 06-07-2023 સુધી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દતની તારીખ વિતયે આવેલ અરજીઓ રદ થવા પત્ર રહેશે.
આ બાબતે વધુ માહિતી www.acb.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- અરજી કરવાની છેલ્લી તારીખ 06-07-2023 છે.
9081023697
Me 9 pass hu or gav Mera limbadi he or dt. Surendranagar he …. To muje kisme job bilengi