વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર 100% ગ્રાન્ટ આધારિત નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પાડનાર કે નવી ઊભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તારીખ 09/08/2023 થી 28/08/2023 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.

કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પડી છે?
- કુલ ૧૦૧ જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
કઈ પોસ્ટ ભરતી બહાર પડી છે?
- ગાયનેકોલોજિસ્ટ: 05 પોસ્ટ્સ
- બાળરોગ: 05 પોસ્ટ્સ
- મેડિકલ ઓફિસર: 10 જગ્યાઓ
- એક્સ-રે ટેકનિશિયન: 02 પોસ્ટ્સ
- લેબ ટેકનિશિયન: 24 પોસ્ટ્સ
- ફાર્માસિસ્ટ: 20 પોસ્ટ્સ
- સ્ટાફ નર્સ: 35 પોસ્ટ્સ
લાયકાત શું જોઈએ?
- પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત હોવી જોઈએ.
- વધારે માહિતી ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઉમર કેટલી હોવી જોઈએ?
- ઉમેદવારની ઉમર ૧૮ વર્ષની ઉપર હોવી જોઈએ.
પગાર કેટલો આપવામાં આવશે?
- પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે.
અરજી ફી કેટલી નક્કી કરવામાં આવી છે?
- અરજી ફીની માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
નોકરી ક્યાં સ્થળે કરવાની રહેશે?
- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, ગુજરાત
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- ઉમેદવારે વડોદરા નગરપાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- ઉમેદવારની પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 09-08-2023
- ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 28-08-2023
મહત્વની લિંક
PDF નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
B.ed clear…
Kaprada