વર્ષ 2023નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબર રવિવારે 1.06 AM થી શરૂ થશે અને આ 2.22 AM વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમય 1 કલાક 16 મિનિટનો છે. આ એક ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે.
આ વર્ષમાં એકમાત્ર ચંદ્ર ગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. તેનો સુતક કાળ માન્ય હશે. તેનું સુતક 28 ઓક્ટોબરે બપોરે 2.52 વાગ્યાથી શરૂ થશે. આ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર થશે. પરંતુ 6 રાશિ પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર થશે. સૌથી વધારે દુષ્પ્રભાવ મેષ રાશિના જાતકો પર થશે.
આ 6 રાશિઓ પર પડશે આ ગ્રહણની નકારાત્મક અસર
મીન
વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ તમારી રાશિના આઠમાં ભાવમાં લાગશે. તેના કારણે તમારી લવ લાઈફમાં ટેન્શન વધી શકે છે. લવ પાર્ટનરની સાથે ધિરજથી કામ લો. એવા વર્તન કે ભાષાનો ઉપયોગ ન કરો જેનાથી તમારા સંબંધમાં મુશ્કેલી આવે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. શાંત મનથી વાત કરવાનો પ્રયત્ન કરો. તે દિવસે મિત્રોની સાથે પણ સંબંધ ખરાબ થવાનો દર રહેશે.
વૃશ્ચિક
વર્ષના બીજા ચંદ્ર ગ્રહણ વાળા દિવસે તમારી રાશિના જાતકોને પોતાના શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તે તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. તમે પોતાના કાર્યોને ગુપ્ત રાખો. ધ્યાન રાખો કે તમારી સુચનાઓ લીક ન થાય. નહીં તે તેનો દુરૂપયોગ થઈ શકે છે. જોતે નોકરી કરનારના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે.
મેષ
વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ મેષ રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. તમારી પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઈ શકે છે. સ્ટ્રેસના કારણે તમારા વર્તનમાં ફેરફાર થઈ શકે છે. જેની અસર સંબંધો પર જોવા મળશે. ચંદ્ર ગ્રહણના દિવસે તમે કોઈ પણ રોકાણ ન કરો અને કોઈ નવો બિઝનેસ, પ્રોજેક્ટ કે કોઈ કામનો શુભારંભ ન કરો. આ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ દિવસે તમારૂ સ્વાસ્થ્ય પણ ખરાબ રહેશે.
કન્યા
તમારી રાશિના જાતકો માટે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ મિશ્રિત પરિણામ આપનાર હશે. એક તરફ તમને ધન લાભ થઈ શકે છે પરંતુ ખર્ચ પર નિયંત્રણ ન હોવા કારણે પૈસાની કમી પણ થઈ શકે છે. જો તમે નકામા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો બીજા પાસેથી રૂપિયા ઉધાર લેવા પડી શકે છે.
વૃષભ
આ યોગ દિવસે તમારા જીવનમાં સ્ટ્રેસ વધી શકે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક જણાવવામાં આવે છે. ચંદ્રના કારણે તમારૂ મન પરેશાન રહેશે. આ દિવસે તમારા ખર્ચમાં વધારો થશે. નકામા ખર્ચ થઈ શકે છે. નહીં તો આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે.
કર્ક
તમારી રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને તેના પર ગ્રહણ લાગવાનું છે એવામાં વર્ષના છેલ્લા ચંદ્ર ગ્રહણના દિવસે તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. તમારા માટે ચંદ્ર ગ્રહણ શુભ નહીં રહે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સતર્ક રહેવાનું કામ કરવાનું રહેશે. બેદરકારી પણ ભારે પડી શકે છે. તમારા માટે અમુક મુશ્કેલ પરિસ્થિતિઓ બની શકે છે. ગ્રહણ વાળા દિવસે તમને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું રહેશે.